ગેરકાયદે ગાંજાનો સપ્લાય કરતો મુખ્ય સૂત્રધાર ઝડપાયો
ગેરકાયદેસર ગાંજાનો જથ્થો સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર અનિલકુમાર ઉર્ફે રાજાની ધરપકડ

મુખ્ય સૂત્રધાર અનિલકુમાર ઉર્ફે રાજા

મુખ્ય સૂત્રધાર અનિલકુમાર ઉર્ફે રાજા
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને ડ્રગ્સની હેરાફેરીના એક મોટા રેકેટને ઉકેલવામાં અને મુખ્ય સૂત્રધારને પકડવામાં નોંધપાત્ર સફળતા મળી છે. છેલ્લા 10 વર્ષથી ઓડિશાના ગંજમ જિલ્લામાંથી ગુજરાત રાજ્યના અલગ-અલગ શહેરોમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર, અનિલકુમાર ઉર્ફે રાજાની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીની ધરપકડ થવાથી NDPSના કુલ 12 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ આરોપી છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો હતો અને ગુજરાત રાજ્ય તેમજ ઓડિશા રાજ્યની પોલીસ તેને શોધી રહી હતી.
આરોપીની કાર્યપદ્ધતિ અને નેટવર્ક
આ આરોપી અને તેનો ભાઈ સુનીલ પાંડી તથા તેના પિતા વૃંદાવન દંડપાણી પાંડી ઓડિશાના ગંજમ ખાતેથી ગુજરાતમાં ગાંજો મોકલવા માટેનું મોટું નેટવર્ક ચલાવતા હતા. તેઓ ઓડિશાથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લાવીને સુરતના અલગ-અલગ વિસ્તારો જેવા કે ડીંડોલી, પાંડેસરા, ઉતરાણ, ઉધના, ઉત્કરનગર, વરાછા વગેરેમાં તેમજ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ગોડાઉનો ભાડે રાખીને ગાંજાનો મોટો જથ્થો સંગ્રહ કરતા હતા. ત્યારબાદ સંગ્રહ કરેલો આ જથ્થો ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં ગેરકાયદે રીતે સપ્લાય કરતા હતા. આ આરોપી વિરુદ્ધ ગુજરાત રાજ્યમાં દાખલ થયેલા ગુનાઓમાં કુલ કિંમત રૂપિયા 1 લાખ 90 હજારની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપીનો પૃષ્ઠભૂમિ અને સંપત્તિ જપ્તી
આરોપી અનિલકુમાર ઉર્ફે રાજા એ BAમાં ગ્રેજ્યુએશન કરેલું છે. અભ્યાસ છોડ્યા બાદ તે 5 વર્ષ સુધી પોતાના પિતા સાથે પશુપાલન અને ખેતીકામ કરતો હતો. ત્યારબાદ, 2013માં કામની શોધમાં સુરત આવ્યો હતો અને ઉત્કરનગરની ઝૂંપડપટ્ટી, ફુલપાડા, કતારગામ ખાતે રહેતો હતો. આ જ વખતે તેણે ગાંજાનો ધંધો શરૂ કર્યો હતો. તેના ભાઈ સુનીલ પાંડી પણ અગાઉ વર્ષ 2021 માં સુરત રેલવે પોલીસ સ્ટેશન અને વરાછા પોલીસ સ્ટેશન ખાતે NDPSના ગુનામાં પકડાયો હતો અને 1 વર્ષ સુધી સુરત જેલમાં રહેલો હતો.
કુલ 2 કરોડ 35 લાખથી વધુની સંપત્તિ જપ્ત
ગુજરાત પોલીસના સહકારથી આ આરોપી વિરુદ્ધ ઓડિશા ATF ભુવનેશ્વર પોલીસ સ્ટેશન ખાતે પણ 990 કિલોગ્રામ ગાંજાનો કેસ કરવામાં આવ્યો હતો, જેમાં તે તાજેતરમાં પકડાયેલો છે. આરોપી દ્વારા સપ્લાય કરાયેલા ગાંજાને ધ્યાનમાં રાખીને, ભારત સરકારના મહેસૂલ અને નાણા વિભાગ દ્વારા આરોપી અને તેના પિતાના નામે આવેલી કુલ કિંમત રૂ 2 કરોડ 35 લાખથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!