ભાવનગર NSUI પ્રમુખ જ સાયબર ગઠિયો
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન છેતરપિંડી કરતો આરોપી ઝડપ્યો

આરોપી

આરોપી
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક મોટા ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડનો પર્દાફાશ કરીને ભાવનગર જિલ્લાના NSUI પ્રમુખ અને ગુજરાત યુવક કોંગ્રેસ ચૂંટણી-2025માં પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવનાર અર્શમાન ખાન શુકની ધરપકડ કરી છે. ફરિયાદીએ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની સાથે IPO અને શેરબજારમાં રોકાણના નામે ₹47.50 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. ACP હાર્દિક માકડિયાના જણાવ્યા અનુસાર, આરોપી અર્શમાન ખાન શુક આંતરરાષ્ટ્રીય દુબઈ-ચાઈનીઝ ગેંગ સાથે મળીને આ સ્કેમ ચલાવી રહ્યો હતો.
મોડસ ઓપરેન્ડી અને છેતરપિંડીની રીત
ફરિયાદીને શરૂઆતમાં 'Franklin Templeton Investment Strategy' નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. ગ્રુપ એડમિન Felicity Walsh અને Jeff Mason જેવા નામો દ્વારા પર્સનલ મેસેજ અને ગ્રુપ મેસેજિંગ મારફતે ફરિયાદીને ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને રોકાણ પર ઊંચો નફો મેળવવાની લાલચ આપવામાં આવતી હતી. ફરિયાદી પાસેથી અલગ-અલગ તારીખે જુદા-જુદા બેંક એકાઉન્ટમાં કૂલ 50 લાખ 50 હજાર જમા કરાવવામાં આવ્યા હતા, જેમાંથી આરોપીએ માત્ર 3 લાખ પરત કર્યા હતા, આમ ફરિયાદી સાથે કુલ 47.50 લાખની છેતરપિંડી થઈ હતી. તપાસમાં સામે આવ્યું કે, આ છેતરપિંડીમાં વપરાતા કેટલાક ફોન નંબરો કંબોડિયાની ચાઈનીઝ ગેંગ દ્વારા વાપરવામાં આવતા હતા.
ડમી એકાઉન્ટ્સ અને કમિશનનું નેટવર્ક
આરોપી અર્શમાન ખાન શુક છેલ્લા દોઢ વર્ષથી આ કૌભાંડમાં સક્રિય હતો. તે તેના મિત્ર જુનેદ યાકુબભાઈ દેસાઈની મદદથી અલગ-અલગ લોકોના બેંક એકાઉન્ટના દસ્તાવેજો મેળવી તેમાં છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાં જમા કરાવતો હતો. એકાઉન્ટ ધારકોને આ નાણાં ઘાસચારો અથવા અન્ય વ્યવસાયના હોવાનું જણાવીને ટ્રાન્ઝેક્શન લિમિટનો બહાનું આપીને પૈસા જમા કરાવતા અને બદલામાં બે હજાર જેટલું કમિશન આપતા હતા.
ટ્રાન્ઝેક્શન દીઠ આશરે 25% જેટલું કમિશન મેળવતો
આ ખાતા ધારકોને પોતાના એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થઈ રહ્યો હોવાની જાણ નહોતી. અર્શમાન ખાન શુકે જુનેદ દેસાઈની મદદથી કુલ 11 એકાઉન્ટ મેળવીને તેનો ઉપયોગ કર્યો. ત્યારબાદ આશરે 1.5 કરોડના ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા, જે નાણા આંગડિયા મારફતે રોકડામાં મેળવવામાં આવ્યા હતા. અર્શમાન ખાન શુક છેલ્લા દોઢ વર્ષમાં કરેલા તમામ ટ્રાન્ઝેક્શન દીઠ આશરે 25% જેટલું કમિશન મેળવી રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય કનેક્શન અને અન્ય ગુનાઓ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અર્શમાન ખાન શુક સ્ક્રેપના ધંધાના કારણે દોઢેક વર્ષ પહેલાં અવાર-નવાર દુબઈ જતો હતો, જ્યાં તેનો સંપર્ક ચાઈનીઝ ગેંગ સાથે થયો હતો. છેતરપિંડીના કેટલાક પૈસા અન્ય આરોપીઓ દ્વારા દુબઈ ખાતે પણ મોકલવામાં આવતા હતા. અર્શમાન ખાન શુક વિરુદ્ધ દેશભરમાં જુદી-જુદી જગ્યાએ કુલ 27 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. પોલીસે તેને પાલિતાણાના ગામ ખાતેથી ઝડપી પાડ્યો છે અને હવે જુનેદ દેસાઈની પણ પૂછપરછ કરવામાં આવશે, તેમજ દુબઈ સ્થિત ગેંગના સભ્યોને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!