સાયબર ફ્રોડ મામલે ઉત્તર ગુજરાત બન્યું ‘જામતાડા’
સૌથી મોટા સાયબર ફ્રોડમાં ઉત્તર ગુજરાતના 16 શખ્સો ઝડપાયા, કરોડોના નેટવર્કનો ખુલાસો

ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે પકડાયેલા આરોપીઓની તસવીર

ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે પકડાયેલા આરોપીઓની તસવીર
સાયબર ફ્રોડ મામલે ઝારખંડનું ‘જામતાડા’ જેવી રીતે કુખ્યાત હતું તેમ હવે ઉત્તર ગુજરાતના શહેરો પણ ‘જામતાડા’ બની રહ્યા છે. છેલ્લા એક વર્ષથી સાયબર ફ્રોડના આરોપીઓ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મહેસાણા જિલ્લામાંથી પકડાઈ રહ્યા છે. ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે મ્યુલ એકાઉન્ટની સુવિધા પૂરી પાડતા સૌથી મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. જેમાં વડોદરા, ગોવા અને પાલનપુરમાં બેસીને ફ્રોડ કરતી ગેંગના 16 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ શખ્સો વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છે.
સારા કમિશનની લાલચ આપી લોકો પાસે બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના નાણાં તેમાં જમા કરાવતા હતા. વડોદરા, થરાદ, પાલનપુર અને ગોવા ખાતેથી 16 શખ્સોને ઝડપી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા શખ્સોની મોડસ ઓપરેન્ડી જોઈને સાયબર ક્રાઈમ પોલીસ પણ ચોંકી ગઈ છે. સાયબર ક્રાઇમ તથા ગેમીંગના રૂપિયા સગેવગે કરવા માટે મ્યુલ બેંક ખાતાની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી.
ગાંધીનગરમાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી વિવેક ભેડાએ જણાવ્યું કે, અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઈમ કરી રૂપિયા પડાવતી ગેંગને પકડી લેવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે, આરોપીઓ સાયબર ક્રાઈમના રૂપિયા સગેવગે કરે છે. જેથી રેડ કરીને આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણ જગ્યાએ રેડ કરી 16 આરોપીઓની ધરપકડ કરી છે. વડોદરા, ગોવા અને પાલનપુરથી ધરપકડ કરવામાં આવી છે.
મુખ્ય સૂત્રધાર પાટણનો રહેવાસી
એસપી વિવેક ભેડાએ વધુમાં જણાવ્યું કે, આરોપીઓ પાસેથી લેપટોપ, મોબાઈલ ફોન, ચેક બુક સહિત રાઉટર મળ્યાં છે. આ ગેંગ ખોટી પેઢી બનાવીને અલગ અલગ આરોપીઓ પાસેથી મ્યુઅલ એકાઉન્ટમાં રૂપિયા હાંસલ કરતી હતી. બેંક એકાઉન્ટ મેઈન હેન્ડલ કરનારા આરોપીઓ ગોવામાં બેસીને તમામ નેટવર્ક સંભાળતા હતા. જેથી સાયબરની ટીમ તેમને પકડવા માટે ગોવા પહોંચી હતી. ગોવામાંથી 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય હેન્ડલર જીતુ ઠક્કર મૂળ પાટણનો રહેવાસી છે અને ગોવામાંથી તેને ઝડપી લેવામાં આવ્યો છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી
એસપી વિવેક ભેડાએ ઉમેર્યુ કે, આરોપીઓ પોતાના તેમજ અન્યના નામે બેંક ખાતાઓ ખોલાવતા હતા. સાયબર ક્રાઇમ તથા ગેમિંગના રૂપિયા સગેવગે કરવા માટે બેંક ખાતાઓની વિગતો પૂરી પાડી આર્થિક લાભ મેળવતા હતા. એકબીજાની મદદગારી કરી ગુનો આચરતા હતા. અલગ અલગ બેંક ખાતા ધારકોના નામે બેંક ખાતાઓ ખોલાવડાવી એકાઉન્ટ ધારકો પાસેથી બેંક એકાઉન્ટ કિટ તથા સીમકાર્ડ મેળવી લેતા હતા. બાદમાં સાયબર ફ્રોડ કરવામાં આવતો હતો. મળતીયાઓને બેંક એકાઉન્ટ તથા સીમકાર્ડ પૂરા પાડી સાયબર ફ્રોડના રૂપિયા સગેવગે કરતાં હતા.
ઝડપાયેલી સાયબર ફ્રોડ ગેંગ પાસેથી 15 લેપટોપ, 87 મોબાઈલ, 2 રાઉટર, 126 સિમ કાર્ડ, બે પેન ડ્રાઈવ, 115 ડેબિટ કાર્ડ, 82 પાસબુક, 15 ચેક બુક અને ચાર કોરા ચેક જપ્ત કરાયા છે. રેડ કર્યા બાદ 350 બેંક એકાઉન્ટ મળ્યા છે. જેમાં 77 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદો થયેલી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. હવે ફરિયાદ દાખલ કરીને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે.
વડોદરા અને પાલનપુરથી પકડાયેલા શખ્સો
1. કિરણભાઇ કરશનભાઇ જોષી, રહે. થરાદ
2. સિધ્ધરાજ ભાઈ ગણપતભાઈ શિરવાડિયા, રહે. થરાદ
3. મહેશભાઈ લાલજીભાઈ જોશી, રહે. કાંકરેજ
4. જીગરભાઈ રાજુભાઈ સોલંકી, રહે. પાલનપુર
5. પ્રકાશભાઈ રામજીભાઈ જોશી, રહે. ઓગડ
6. મીત રતીલાલ શ્રીમાળી રહે.પાલનપુર
7. મેહુલ બાબુભાઇ સોલંકી રહે.પાલનપુર
ગોવાથી પકડાયેલા શખ્સો
1. જીતુભાઇ ભુરાભાઇ ઠક્કર રહે. પાટણ
2. સાહિલ જદીશભાઇ પ્રજાપતી રહે.પાટણ
3. જયમિન જગદીશભાઇ પ્રજાપતિ રહે. પાટણ
4. વિજય સુરેશભાઇ નાયી રહે. મડાણા
5. હિતેષ અજમલજી ઠાકોર રહે. જંગરાલ, પાટણ
6. ધ્રુવ ચેલાભાઇ ચૌધરી રહે.મામવાડા સિદ્ધપુર
7. અનિલકુમાર કેશરભાઇ ચૌધરી રહે. મામવાડા સિદ્ધપુર
8. આશિષ કુમાર કરશનભાઇ ચૌધરી રહે. વરસડા, પાલનપુર
9. નરેશકુમાર ધનરાજભાઇ ખરસાણ રહે.કાણોદર પાલનપુર

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો