બાપુનગરમાં ખૂની ખેલ: પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત
અમદાવાદમાં પતિએ પત્નીને રહેંસી નાખી પોતે ગળાફાંસો ખાધો, ચાર વર્ષના લગ્નજીવનનો કરુણ અંત

પતિ-પત્નીનો આપઘાત

પતિ-પત્નીનો આપઘાત
અમદાવાદના બાપુનગરમાં હૃદયદ્રાવક ઘટના: બંધ બારણે પતિએ પત્નીની હત્યા કરી પોતે જીવન ટૂંકાવ્યું
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરના હાઉસિંગ બોર્ડના મકાનમાં એક કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. અહીં ચાર વર્ષ પહેલાં લગ્નગ્રંથિથી જોડાયેલા દંપતી વચ્ચે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ પત્નીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી પોતે આત્મહત્યા કરી લીધી છે.
ગઈકાલે રાત્રે સામે આવી ઘટના :
બનાસકાંઠાના ભીલાચલ ગામના વતની મેહુલ ઠાકોર અને તેની પત્ની નીતા બાપુનગરમાં નાના ભાઈ રાહુલ સાથે રહેતા હતા. 23 ડિસેમ્બરની રાત્રે જ્યારે રાહુલ નોકરીથી પરત ફર્યો ત્યારે ઘરનો દરવાજો અને બારીઓ અંદરથી બંધ હતી. વારંવાર દરવાજો ખખડાવવા છતાં અને ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળતા રાહુલે ધાબા વાટે ઘરના પાછળના ભાગે જઈને તપાસ કરી હતી.
મોબાઈલની ફ્લેશ લાઈટમાં દેખાયું લોહી :
ઘરમાં અંધારું હોવાથી રાહુલે જ્યારે બારીમાંથી મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી ત્યારે ભોયતળિયે લોહીના ડાઘ અને પગ દેખાયા હતા. ગભરાયેલા રાહુલે તાત્કાલિક સંબંધીઓને બોલાવ્યા અને દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો. અંદરનું દ્રશ્ય જોઈને સૌના હોશ ઉડી ગયા હતા. મેહુલ સાડી વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો, જ્યારે તેની પત્ની નીતા લોહીથી લથબથ હાલતમાં જમીન પર પડી હતી.
સંઘર્ષ બાદ હત્યાની આશંકા :
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નીતાના ગળા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના અનેક ઘા હતા. પતિ મેહુલના શરીર પર પણ ઈજાના નિશાન મળી આવ્યા છે, જે સૂચવે છે કે આ ખૂની ખેલ પહેલા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો અને ઝપાઝપી થઈ હશે. હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસે રાહુલની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાથી ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. મૃતક મહિલા આસપાસના મકાનોમાં ઘરકામ કરીને ગુજરાન ચલાવતી હતી. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે શું આ આત્મહત્યા પાછળ કોઈ સુસાઈડ નોટ છે કે કેમ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!