ભાવનગરમાં ACF પતિ વિરુદ્ધ નોંધાયો હત્યાનો ગુનો
પત્ની અને બે સંતાનોની હત્યા બાદ મૃતદેહ ક્વાર્ટર પાછળ દાટ્યા, હત્યારાને ફાંસીની માંગ

પતિ વિરુદ્ધ નોંધાયો હત્યાનો ગુનો

પતિ વિરુદ્ધ નોંધાયો હત્યાનો ગુનો
ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ACF) તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પરિવારે કરુણ અંત આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. શૈલેષ ખાંભલાની પત્ની નયનાબેન અને બે માસૂમ સંતાનો - પુત્ર ભવ્ય અને પુત્રી પૃથાના મૃતદેહો તેમના સરકારી ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડો ખોદી દાટેલી હાલતમાં મળી આવ્યા હતા.
ગુમ થયાની ફરિયાદ અને રહસ્યમય ખુલાસોACF શૈલેષ ખાંભલાએ 5મી નવેમ્બરે પત્ની અને બાળકો ગુમ થયાની જાણ 7 નવેમ્બરે પોલીસને કરી હતી. જોકે, પોલીસે ગુમસુદાની તપાસ શરૂ કરતાં 10 દિવસ બાદ (16મી નવેમ્બર) જે રહસ્યમય ખુલાસો થયો, તેણે સૌને ચોંકાવી દીધા હતા. પોલીસે તપાસ દરમિયાન ખાંભલાના ભાવનગર ક્વાર્ટરના પાછળના ભાગમાંથી જ દાટેલી હાલતમાં ત્રણેયના મૃતદેહો શોધી કાઢ્યા હતા.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આ કરુણ હત્યાકાંડને ACF શૈલેષ ખાંભલાએ જ અંજામ આપ્યો હતો. તેણે પત્ની અને બે સંતાનોની હત્યા કરી તેમના મૃતદેહને પોતાના જ ક્વાર્ટરની બાજુમાં દાટી દીધા હતા. આ સંદર્ભે ભરતનગર પોલીસે હત્યારા પતિ શૈલેષ ખાંભલા વિરુદ્ધ પરિવારના ત્રણ સભ્યોની હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પથ્થરો બાંધી મૃતદેહો દાટવા, એકથી વધુ વ્યક્તિની સંડોવણીની શંકાગઈકાલે મૃતક નયનાબેન, પૃથા અને ભવ્યના મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ રવિવારે રાત્રે તેમના પતિ શૈલેષ ખાંભલાની ગેરહાજરીમાં અન્ય પરિવારજનોની ઉપસ્થિતિમાં ભારે હૈયે અંતિમવિધિ કરવામાં આવી હતી.
આ અંગે મૃતક નયનાબેનના પિતરાઈ ભાઈ હરેશભાઈ જોટાણાએ 'દિવ્ય ભાસ્કર' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "અમારા બહેન અને બનેવીના લગ્નને 15 વર્ષ થયા હતા અને તેમને કોઈ તકલીફ નહોતી. કામકાજના કારણે તેઓ અલગ-અલગ રહેતા હતા, પરંતુ લગ્નજીવનમાં કોઈ ફરિયાદ નહોતી."
જોકે, મૃતદેહો જે રીતે મળ્યા છે તે એક વ્યક્તિનું કામ નથી, તેવી પ્રબળ શંકા વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, "ત્રણ વ્યક્તિના મૃતદેહો દાટ્યા છે અને માહિતી મુજબ મૃતદેહ સાથે પથ્થરો પણ બાંધવામાં આવ્યા છે. ત્રણ મૃતદેહને રૂમમાંથી ખાડા સુધી લાવવા, તેના પર પાણી અને રેત નાખવી – આ બધું કોઈ એક વ્યક્તિનું કામ નથી. આ રાક્ષસી કૃત્યમાં અન્ય વ્યક્તિઓ પણ સંડોવાયેલા છે જ." હરેશભાઈએ આ મામલે સંડોવાયેલા તમામ આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગણી કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!