અમદાવાદમાં મુંબઈનો ક્રિપ્ટો ઠગ ઝડપાયો કરોડોની ઠગાઈ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ પરથી સુજીત જાદવને દબોચ્યો

ક્રિપ્ટો ઠગની ધરપકડ અમદાવાદ

ક્રિપ્ટો ઠગની ધરપકડ અમદાવાદ
મુંબઈમાં ૧૦૦થી વધુ રોકાણકારોને ક્રિપ્ટોકરન્સીના નામે કરોડોનો ચૂનો લગાવનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સુજીત શંકરરાવ જાદવ નામનો આ ૪૭ વર્ષીય શખ્સ છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી ફરાર હતો, જેને આખરે ટેકનિકલ સર્વેલન્સની મદદથી એરપોર્ટ પરથી દબોચી લેવામાં આવ્યો છે.
રોકાણકારોને કેવી રીતે ફસાવ્યા ?
મૂળ મહારાષ્ટ્રના સાતારાનો વતની સુજીત સોફ્ટવેર ક્ષેત્ર સાથે જોડાયેલો છે. તેણે વર્ષ ૨૦૨૧માં મુંબઈના દહીસર વિસ્તારમાં 'કરન્સી ઇન્વેસ્ટમેન્ટ' નામે ઓફિસ શરૂ કરી હતી. તેણે રોકાણકારોને ક્રિપ્ટોકરન્સી અને ક્રિપ્ટો માઇનિંગમાં રોકાણ કરવા માટે પ્રેર્યા હતા. લોકોને વિશ્વાસમાં લેવા માટે તેણે રોકાણ કરેલી રકમ પર ચારગણું વળતર આપવાનું લલચામણું વચન આપ્યું હતું.
MPID એક્ટ હેઠળ કાર્યવાહી :
આરોપીએ રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ પોતાની ઓફિસ બંધ કરી દીધી હતી અને રોકાણકારોના નાણાં અન્યત્ર વાળીને ફરાર થઈ ગયો હતો. આ મામલે મુંબઈના દહીસર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તેમજ મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (MPID) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સફળતા :
ઘણા સમયથી ફરાર સુજીત અમદાવાદના નારોડા વિસ્તારમાં છુપાઈને રહેતો હોવાની માહિતી પોલીસને મળી હતી. મુંબઈ પોલીસ સાથેના સંકલન અને કડક સર્વેલન્સ બાદ, સોમવારે જ્યારે તે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી લીધો હતો. હાલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મુંબઈની તપાસ એજન્સીઓને સોંપવામાં આવ્યો છે. પોલીસ હવે આ કૌભાંડમાં સામેલ અન્ય સાગરિતો અને નાણાંની હેરફેરના માર્ગોની તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!