પાપ ધોવા કુંભમાં પહોચ્યો ધારાસભ્ય
દુષ્કર્મના ગુનામાં ફરાર ભાજપ MLA ગજેન્દ્રસિંહ પરમાર પોલીસથી છટકી મહાકુંભ પાપ ધોવા પહોંચી ગયો!

MLA ગજેન્દ્રસિંહ પોલીસથી છટકી મહાકુંભ પાપ ધોવા પહોચ્યાં

MLA ગજેન્દ્રસિંહ પોલીસથી છટકી મહાકુંભ પાપ ધોવા પહોચ્યાં
ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં ફરાર ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને ગાંધીનગર પોલીસ હજુસુધી પકડી શકી નથી અને તેનો કોઇ પત્તો મળતો ન હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે.
ત્યારે ફરાર ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેના પિતરાઇ ભાઇ સાથે કુંભ સ્નાન માટે પ્રયાગરાજમાં ગયો હોવાનો વીડિયો તેના ડ્રાઇવર તરીકે કામ કરતા વ્યક્તિ દ્વારા ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. જો કે બાદમાં તે વીડિયોને હટાવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહી ગજેન્દ્રસિંહ પરમાર સાથે તેનો કમાન્ડો પણ વીડિયોમાં જોવા મળ્યો હતો. ત્યારે ફરીથી ગાંધીનગર પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊભા થયા છે.
ગાંધીનગર સેક્ટર-21માં આવેલા સદસ્ય નિવાસમાં એક મહિલા સાથે દુષ્કર્મના કેસમાં પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર છેલ્લા 100થી વધુ દિવસોથી ફરાર છે અને ગાંધીનગર પોલીસ દ્વારા દાવા કરવામાં આવી રહ્યો છે કે ધારાસભ્ય ગજેન્દ્રસિંહનો કોઈ પત્તો લાગતો નથી. જેથી પકડવામાં સફળતા મળતી નથી.
ત્યારે રાજકીય દબાણ હેઠળ પોલીસ માટે સતત ફરાર ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પ્રયાગરાજમાં કુંભ મેળામાં ગયો હોવાનો વિડીયો ખુદ તેના ડ્રાઈવર મુકેશસિંહ પરમાર દ્વારા તેના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરાયો હતો. ગજેન્દ્રસિંહ પરમારનો જન્મદિવસ હોવાથી પોસ્ટમાં શુભેચ્છા પણ આપવામાં આવી હતી. આ વીડિયોમાં ગજેન્દ્રસિંહનો પિતરાઇ ભાઈ વિરેન્દ્રસિંહ અને તેનો કમાન્ડો ભાથી લાલજી દેસાઇ એક સાધુ જેવા વ્યક્તિ સાથે દેખાતો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!