પરિવારને ઊંઘની ગોળી ખવડાવી સગીરા પર દુષ્કર્મ
પ્રેમજાળમાં ફસાવી સગીરા પાસે જ પરિવારને બેભાન કરાવી દુષ્કર્મ

ખંભાત સગીરા દુષ્કર્મ

ખંભાત સગીરા દુષ્કર્મ
આણંદ: ખંભાતમાં મિત્ર સાથે કાવતરું રચી સગીરા પર દુષ્કર્મ આચરાયું
આણંદ જિલ્લાના ખંભાતમાં એક સગીરા પર દુષ્કર્મની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. વત્રા ગામના એક આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેના જ હાથે પરિવારના સભ્યોને ભોજનમાં ઊંઘની ગોળીઓ ખવડાવી બેભાન કરી દીધા બાદ આ ઘૃણાસ્પદ ગુનો આચર્યો હતો. પરિવારે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ખંભાતના વત્રા ગામના વાડિયાપુરા વિસ્તારમાં રહેતા રણજીત ઠાકોર નામના શખ્સે સગીરા સાથે મિત્રતા કેળવી અને ધીમે ધીમે તેને પ્રેમજાળમાં ફસાવી હતી.
પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવી કાવતરું :
આ ગુનાને અંજામ આપવા માટે મુખ્ય આરોપી રણજીત ઠાકોરે તેના મિત્ર વિજય ઠાકોર સાથે મળીને પૂર્વયોજિત કાવતરું રચ્યું હતું. રણજીતે સગીરા પર દબાણ કરીને તેને ઊંઘની ગોળીઓ આપી અને તે ગોળીઓ રાત્રિના ભોજનમાં ભેળવી દેવા જણાવ્યું હતું.
સગીરાએ આરોપીના દબાણ હેઠળ આ ગોળીઓ ભોજનમાં ભેળવી દીધી હતી, જેના કારણે જમ્યા બાદ ઘરના તમામ સભ્યો ગાઢ નિંદ્રામાં સરી પડ્યા હતા. આ જ તકનો લાભ લઈને આરોપી રણજીત ઠાકોરે ઘરમાં પ્રવેશ કર્યો અને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
સમગ્ર ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારે તુરંત પોલીસ સ્ટેશન પહોંચીને મુખ્ય આરોપી રણજીત ઠાકોર અને કાવતરામાં સામેલ તેના મિત્ર વિજય ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ગંભીર ઘટનામાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ માટે ઝડપી કાર્યવાહી શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!