ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ સગીરા પર આચરુ દુષ્કર્મ
લગ્નની લાલચ આપી પાલની હોટલમાં બળજબરી કરી; નગ્ન ફોટા અને વીડિયોથી બ્લેકમેલ કરનાર સાજીદ પઠાણ

સોશિયલ મીડિયા યુવતિઓ માટે બન્યુ માયાઝાળ

સોશિયલ મીડિયા યુવતિઓ માટે બન્યુ માયાઝાળ
આધુનિક યુગમાં સોશિયલ મીડિયા જેટલું આશીર્વાદરૂપ છે, તેટલું જ તે અસામાજિક તત્વો માટે નિર્દોષોને ફસાવવાનું હથિયાર બની રહ્યું છે. ડાયમંડ સિટી સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ ૧૨માં અભ્યાસ કરતી એક માસૂમ સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની ખોટી લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાએ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પૂરો પાડ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા અને 'પ્રેમ'નો દેખાવઘટનાની વિગત મુજબ, ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી અને બોર્ડની પરીક્ષાની તૈયારી કરતી સગીરા માર્ચ-૨૦૨૫માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) ના માધ્યમથી એક યુવકના સંપર્કમાં આવી હતી. આ યુવક બીજો કોઈ નહીં પણ લિંબાયતની ક્રિષ્ણાનગર સોસાયટીમાં રહેતો ૨૩ વર્ષીય મોહંમદ સાજીદ ઉર્ફે અહદ મોહંમદ જાવેદ પઠાણ હતો.
સાજીદે શરૂઆતમાં મીઠી-મીઠી વાતો કરીને સગીરાનો વિશ્વાસ જીત્યો હતો. પોતે સગીરાને ખૂબ પ્રેમ કરે છે અને ભવિષ્યમાં તેની સાથે જ લગ્ન કરશે તેવા ખોટા વાયદાઓ કરીને તેણે કિશોરીને પોતાની માયાવી જાળમાં ફસાવી દીધી હતી. ભોળી સગીરા સાજીદના અસલી ઈરાદાઓ સમજી શકી નહોતી.
ડિજિટલ બ્લેકમેલિંગ: ફોટાથી શરૂ થયો ત્રાસઆરોપી મોહંમદ સાજીદની દાનત પહેલેથી જ મેલી હતી. સંબંધોમાં થોડી નિકટતા આવતા જ તેણે સગીરા પાસે તેના અંગત અને નગ્ન ફોટાઓની માંગણી વોટ્સએપ (WhatsApp) પર કરી હતી. લગ્નના વચનો પર વિશ્વાસ રાખીને સગીરાએ ફોટા મોકલ્યા, જે તેની સૌથી મોટી ભૂલ સાબિત થઈ.
જેવા ફોટા સાજીદના હાથમાં આવ્યા, કે તરત જ તેણે પોતાનો અસલી ચહેરો બતાવ્યો. તેણે આ ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની અને સગીરાના પરિવારને બદનામ કરવાની ધમકી આપીને તેને મજબૂર કરવાનું શરૂ કર્યું. આ ધમકીઓથી ડરી ગયેલી સગીરા સાજીદના માનસિક દબાણ હેઠળ આવી ગઈ હતી.
હોટલમાં દુષ્કર્મ અને વીડિયો રેકોર્ડિંગબ્લેકમેલિંગના જોરે સાજીદ સગીરાને પાલ વિસ્તારની એક હોટલમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની ઈચ્છા વિરુદ્ધ તેની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. નરાધમ સાજીદ આટલેથી જ ન અટકતા, તેણે આ આખી ઘટના અને અંગત પળોનો વીડિયો પણ મોબાઈલમાં ઉતારી લીધો હતો. આ વીડિયોના આધારે તે સતત સગીરાને બ્લેકમેલ કરતો રહ્યો. તે વારંવાર સગીરાના ઘરની આસપાસ આંટાફેરા મારીને તેને માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો, જેના કારણે સગીરા સતત ભયના ઓથાર હેઠળ જીવતી હતી.
મોબાઈલ ચેટ અને ભાઈની સતર્કતાઆ કાળી કરતૂતનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે સગીરાનો મોબાઈલ ફોન અચાનક તેના ભાઈના હાથમાં આવ્યો. મોબાઈલમાં સાજીદ સાથેની ચેટ અને વાંધાજનક ફોટા જોઈને ભાઈ સ્તબ્ધ થઈ ગયો હતો. જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે પરિવારે હિંમત દાખવી. સગીરાનો ભાઈ જ્યારે સાજીદને ઠપકો આપવા અને સમજાવવા ગયો, ત્યારે આરોપીએ પસ્તાવો કરવાને બદલે ઉદ્ધતાઈ બતાવી હતી. સાજીદે ખુલ્લેઆમ ધમકી આપી હતી કે, "તને ઊંચકાવીને ગમે ત્યાં ફેંકી દઈશ."
પોલીસ એક્શન: ગણતરીના કલાકોમાં ધરપકડપરિવારે જરા પણ ડર્યા વગર ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાની ગંભીરતા સમજી તુરંત ગુનો દાખલ કર્યો હતો. બાહોશ પોલીસ અધિકારીઓની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી મોહંમદ સાજીદ પઠાણની ધરપકડ કરી લીધી છે.
તપાસમાં ખૂલ્યું છે કે સાજીદ શહેરમાં એક કાચ (ગ્લાસ) ની દુકાનમાં મજૂરી કામ કરે છે. હાલમાં પોલીસે તેનો મોબાઈલ જપ્ત કર્યો છે અને એફએસએલ (FSL) ની મદદથી ડિલીટ કરાયેલા ડેટા રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે સાજીદે આ રીતે અન્ય કોઈ યુવતીઓને પણ શિકાર બનાવી છે કે કેમ.
વાલીઓ માટે બોધપાઠઆ ઘટના ૨૧મી સદીના વાલીઓ માટે એક ગંભીર ચેતવણી છે. સંતાનો સોશિયલ મીડિયા પર કોના સંપર્કમાં છે અને તેમની ડિજિટલ એક્ટિવિટી શું છે તેના પર નજર રાખવી અનિવાર્ય બની ગઈ છે. સુરત પોલીસની આ ત્વરિત કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે, પરંતુ જરૂરિયાત એ છે કે સામાજિક જાગૃતિ આવે જેથી બીજી કોઈ દીકરી આવા નરાધમોનો શિકાર ન બને.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!