આધેડને હનીટ્રેપમાં ફસાવી 40 લાખની ખંડણી માગી
હોટલમાં અંગત પળોનો વીડિયો બનાવી વાયરલ કરવાની ટોળકીએ નિવૃત RFOને ધમકી આપી

યુવતીએ ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને મિત્રતા કેળવી નિવૃત RFOને ફસાવ્યા હતા

યુવતીએ ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને મિત્રતા કેળવી નિવૃત RFOને ફસાવ્યા હતા
ગુજરાતમાં દરેક વિસ્તારમાં હનીટ્રેપના અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં એક નિવૃત RFOને હનીટ્રેપમાં ફસાવી 40 લાખની ખંડણી માગ્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 2017માં નિવૃત થયેલા અને જૂનાગઢમાં રહેતા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને અજાણી યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી છે. યુવતી સહિતની ટોળકીએ નિવૃત અધિકારીને હનીટ્રેપમાં ફસાવી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 40 લાખની ખંડણી માગી હતી. પોલીસને જાણ કરતાં બે યુવતી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં રહેતા અને વર્ષ 2017 માં નિવૃત્ત થયેલા 67 વર્ષીય RFOએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ એક વર્ષ પહેલાં તેમને ઉર્મિલા નામની યુવતીની ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે તેમણે સ્વીકારી હતી. બાદમાં બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી વોટ્સએપ પર ચેટીંગ શરૂ કર્યું. યુવતીએ પોતે એકલી હોવાનું જણાવી ફરિયાદી સાથે આત્મીયતા કેળવી હતી. પાંચ મહિના અગાઉ યુવતીએ ફરિયાદીને રાજકોટ મળવા બોલાવ્યા હતા. જ્યાં તેણી આધેડને હોટલમાં લઈ જઈને અંગત પળો માણી હતી.
જૂન-2025માં યુવતીએ ફરિયાદીને ફોન કરીને જણાવ્યું કે, રાજકોટમાં શરીર સંબંધ બાંધ્યા બાદ તે ગર્ભવતી છે અને તેણીએ ગર્ભપાત કરાવવો પડશે. તે માટે યુવતીએ રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદીએ ટુકડે-ટુકડે ગુગલ-પે દ્વારા ઘણાં રૂપિયા મોકલ્યા હતા.
ગત 19 સપ્ટેમ્બર 2025ના રોજ યુવતીના કહેવાથી ફરિયાદી રાજકોટ આવ્યા હતા. રાજકોટમાં પરિવાર જોઈ જશે તેવું કહી યુવતી આધેડને ચોટીલા લઈ ગઈ હતી. ત્યાંની હોટલમાં બંનેએ ID આપી રૂમ બુક કરાવી રાત્રિ રોકાણ દરમિયાન બે વખત શરીર સુખ માણ્યું હતું.
ત્યારબાદ 25 સપ્ટેમ્બર 2025ના રોજ ફરિયાદીને અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટ્સએપ કોલ અને મેસેજ આવ્યો હતો. કોલ કરનારે આધેડનો ચોટીલાની હોટલનો વીડિયો હોવાનું જણાવી 40 લાખની માંગણી કરી હતી. અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી કે, જો રૂપિયા નહીં આપે તો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે. બાદમાં તેણે ફરિયાદીને ચોટીલા હોટલમાં અંગત પળો માણતો 'વન ટાઇમ ઓપન' વીડિયો પણ મોકલ્યો હતો. આ વીડિયોના ફરિયાદીએ સ્ક્રીનશોટ પાડી લીધા હતા.
અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી હતી કે, તેની પાસે પરિવારના સભ્યો અને સંબંધીઓના મોબાઈલ નંબર પણ છે. ત્યારબાદ 28 સપ્ટેમ્બર 2025ના રોજ ફરિયાદીની પત્નીના મોબાઈલ નંબર પર અજાણ્યા નંબર પરથી 'HI' નો મેસેજ આવ્યો હતો.
ખંડણીની ધમકી મળતા ફરિયાદીએ યુવતીને વાત કરી તો તેણે પણ આવો કોલ અને મેસેજ આવ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, આ દરમિયાન પણ યુવતી વારંવાર ફરિયાદીને ગર્ભપાત કરાવવો પડશે કહીને રૂપિયાની માંગણી કરતી હતી અને અજાણ્યા વ્યક્તિને 40 લાખ આપી દેવા દબાણ કર્યુ હતું.
ફરિયાદીને શંકા જતાં યુવતીને દબાણપૂર્વક પૂછતાં તેણીએ કબૂલ્યું કે અંગત પળોનો વીડિયો તેણે જ પોતાના ફોનમાં ઉતાર્યો હતો અને તે વીડિયો તેની એક બહેનપણીને મોકલ્યો હતો. જોકે, ઉર્મિલાએ તે બહેનપણીનું નામ કે વીડિયો અજાણ્યા વ્યક્તિ પાસે કેવી રીતે પહોંચ્યો તે અંગે જવાબ આપ્યો નહોતો. ફરિયાદીએ પોલીસ સમક્ષ ફરિયાદમાં જણાવ્યું કે યુવતી, તેની બહેનપણી અને અજાણ્યા વ્યક્તિએ ભેગા મળીને ખોટી રીતે ગુનામાં ફિટ કરવાની અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ₹40 લાખની માંગણી કરી છે.
આધેડે પોલીસને જાણ કરતાં ફરિયાદના આધારે જૂનાગઢ પોલીસે યુવતી, અજાણ્યા મોબાઈલ નંબર ધારક અજાણ્યા શખ્સ અને યુવતીની બહેનપણી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!