પાલડીમાં ધમધમતા દારૂના અડ્ડા સામે મેવાણીની જંગ
શ્રમિકોને ગુંડાઓની ધમકી મામલે ધારાસભ્યએ પોલીસ મથક ગજવ્યું; ફરિયાદ નહીં નોંધાય તો આંદોલનની

સ્થાનિકો સાથે PI ને આપ્યુ અલ્ટીમેટમ

સ્થાનિકો સાથે PI ને આપ્યુ અલ્ટીમેટમ
અમદાવાદના પોશ ગણાતા પાલડી-આંબાવાડી વિસ્તારમાં આવેલી એક શ્રમિક ચાલી અત્યારે બિલ્ડરો અને ગરીબ રહેવાસીઓ વચ્ચેના જંગનું મેદાન બની છે. 'વિકાસ' ના નામે શ્રમિકોના માથે લટકતી તલવાર અને પોલીસની કથિત નિષ્ક્રિયતા સામે લોકપ્રિય નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આક્રમક વલણ અખત્યાર કર્યું છે, જેના કારણે શહેરનું રાજકારણ ગરમાયું છે.
અમદાવાદના એલિસબ્રિજ વિધાનસભા હેઠળ આવતા પાલડી-આંબાવાડી વિસ્તારમાં ત્રિકમલાલની ચાલી આવેલી છે. આ ચાલીમાં દાયકાઓથી શ્રમિક પરિવારો વસવાટ કરે છે. આરોપ છે કે, આ મોકાની જમીન પર બિલ્ડરોનો ડોળો મંડાયો છે અને તેઓ આ જમીન ખાલી કરાવવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યા છે. શ્રમિકો પોતાની છત છોડવા તૈયાર નથી, ત્યારે તેમને ડરાવવા માટે 'ભાડૂતી ગુંડાઓ'નો સહારો લેવામાં આવી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
ધમકી અને માનસિક ત્રાસ: મહિલાઓની સુરક્ષા પર સવાલશ્રમિકોની રજૂઆત અનુસાર, છેલ્લા ૨૦ દિવસથી અજાણ્યા શખ્સો ચાલીમાં આવીને મકાનો ખાલી કરવા દબાણ કરી રહ્યા છે. શ્રમિકોએ જ્યારે મકાન ખાલી કરવાનો ઇનકાર કર્યો, ત્યારે આ ગુંડાઓએ મર્યાદાની તમામ હદો વટાવી દીધી હતી. રહેવાસીઓનો આક્ષેપ છે કે:
ભાડૂતી ગુંડાઓએ મહિલાઓ સાથે અસભ્ય વર્તન કર્યું અને અશ્લીલ ગાળો ભાંડી હતી.
વૃદ્ધો અને બાળકોને પણ ડરાવવામાં આવી રહ્યા છે.
સતત ધમકીઓને કારણે આખા વિસ્તારમાં ભયનો માહોલ છે.
જ્યારે પીડિતો આ મામલે પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યારે ત્યાંની મહિલા પીઆઇએ ફરિયાદ લેવાનો ઇનકાર કરી દીધો હોવાનો આક્ષેપ થતા વિવાદ વધુ વકર્યો હતો.
જીજ્ઞેશ મેવાણીનું રૌદ્ર સ્વરૂપ: પોલીસ સામે આકરા સવાલોશ્રમિકોના વ્હારે આવેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી મોટી સંખ્યામાં મહિલાઓ સાથે પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે પોલીસ સ્ટેશન માથે લીધું હતું અને અધિકારીઓને પાયાના સવાલો પૂછ્યા હતા. મેવાણીએ સવાલ ઉઠાવ્યો કે, "જે વૃદ્ધો વ્યવસ્થિત ચાલી પણ શકતા નથી, તેમની સામે તો પોલીસે ખોટી ફરિયાદો નોંધી છે, તો પછી જે ગુંડાઓ અસામાજિક કૃત્યો કરે છે તેમની સામે એફઆઈઆર (FIR) કેમ નથી થતી?"
દારૂના અડ્ડાઓનો પર્દાફાશ: પોલીસને આપ્યું લિસ્ટઆ વિરોધ પ્રદર્શન દરમિયાન જીજ્ઞેશ મેવાણીએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે પાલડી અને એલિસબ્રિજ જેવા વિસ્તારોમાં, ખાસ કરીને કોચરબ ગામ અને માદલપુરમમાં ૨૦થી વધુ દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. ધારાસભ્યએ પોલીસને બુટલેગરોના નામ અને સ્થળ સાથેનું આખું લિસ્ટ સોંપ્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે પોલીસની રહેમનજર હેઠળ જ આ દારૂનો વેપાર ચાલે છે. તેમણે ચીમકી આપી હતી કે જો આ અડ્ડાઓ બંધ નહીં થાય અને બિલ્ડરોના ગુંડાઓ સામે ફરિયાદ નહીં નોંધાય, તો તેઓ પોલીસ કમિશનરના ઘર બહાર ધરણાં કરશે અને પાલડી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરશે.
અમિત શાહના ગઢમાં મેવાણીની એન્ટ્રીનોંધનીય છે કે આ વિસ્તાર ભાજપના ધારાસભ્ય અમિત શાહનો મત વિસ્તાર છે. અહીં જીજ્ઞેશ મેવાણીની એન્ટ્રી અને શ્રમિકો માટેના આંદોલને રાજકીય રીતે અનેક અર્થો કાઢ્યા છે. શ્રમિકોમાં અત્યારે આશા જાગી છે કે કદાચ હવે તેમને આ ગુંડાતત્વોથી છુટકારો મળશે.
ગરીબ શ્રમિકોના હિત અને બિલ્ડરોના સ્વાર્થ વચ્ચેની આ લડાઈ હવે કાયદાકીય અને રાજકીય વળાંક લઈ ચૂકી છે. પાલડી પોલીસ હવે મેવાણીએ આપેલા લિસ્ટ પર શું કાર્યવાહી કરે છે અને શ્રમિક મહિલાઓની ફરિયાદ ક્યારે નોંધાય છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!