નર્મદામાં મેફેડ્રોન ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
મુંબઈ પોલીસે વરખડ ગામમાંથી મેફેડ્રોન ફેક્ટરી ઝડપી, સ્થાનિક પોલીસની આબરૂના ધજાગરા

વરખડ ગામની ફાઈલ તસવીર

વરખડ ગામની ફાઈલ તસવીર
વરખડ ગામમાં કરોડોના ડ્રગ્સ રેકેટનો ભાંડો ફૂટ્યો
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં ચાલતી મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીનો મુંબઈ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાકીનાકા પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલે કરેલી કાર્યવાહીમાં આશરે ₹74 કરોડથી વધુ કિંમતનું પ્રવાહી મેફેડ્રોન, રસાયણો અને ડ્રગ્સ બનાવવાના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
મહિલા કેબ ડ્રાઈવરની ધરપકડથી થયો ખુલાસો
સમગ્ર તપાસની શરૂઆત મુંબઈના અંધેરી-ઘાટકોપર લિંક રોડ પરથી થઈ હતી. પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે ગોઠવાયેલી ટ્રેપ દરમિયાન 26 વર્ષીય મહિલા કેબ ડ્રાઈવર મુસ્કાન ખાન પાસેથી 101 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. તેની ધરપકડ બાદ થયેલી પૂછપરછમાં ડ્રગ સપ્લાય ચેઇન અંગે મહત્વપૂર્ણ માહિતી મળી હતી.
મુંબ્રાના ડ્રગ્સ સપ્લાયર સુધી પહોંચી તપાસ
મુસ્કાને પોલીસને જણાવ્યું કે તે મુંબ્રાના રહેવાસી વસૂલ કમર અબ્દુલ વફા ચૌધરી ઉર્ફે પપ્પુ પાસેથી ડ્રગ્સ મેળવતી હતી. છેલ્લા ત્રણ વર્ષથી ડ્રગ્સ સપ્લાયના ધંધામાં સંકળાયેલી હોવાની કબૂલાત પણ તેણે કરી હતી. પોલીસ તપાસ બાદ 26 મેના રોજ શિલફાટા વિસ્તારમાં દરોડો પાડી પપ્પુની ધરપકડ કરવામાં આવી હતી.
નર્મદાના અંતરિયાળ વિસ્તારમાં ઉભી કરી ગુપ્ત ફેક્ટરી
તપાસ દરમિયાન ખુલાસો થયો કે મુખ્ય આરોપી પપ્પુએ નર્મદા જિલ્લાના વરખડ ગામમાં ભાડાના મકાનમાં મેફેડ્રોન બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી. માહિતી મળતા જ મુંબઈ પોલીસની વિશેષ ટીમ ગુજરાત પહોંચી અને રાજપીપળા નજીક આવેલી આ ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો.
74 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ અને રસાયણો જપ્ત
દરોડા દરમિયાન પોલીસે 20.040 કિલોગ્રામ લિક્વિડ MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. જેની અંદાજિત કિંમત ₹74.46 કરોડ હોવાનું કહેવાય છે. ઉપરાંત ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતા વિવિધ રસાયણો, જેમ કે 2-બ્રોમો, 4-મેથિલેનાલિલ, મોનોમેથિલેમાઈન, બ્રોમિન અને ક્લોરોફોર્મ પણ મળી આવ્યા હતા.
ડ્રગ્સ બનાવવાના સાધનો પણ મળ્યા
ફેક્ટરીમાંથી એક સ્ટિરર મશીન, બે કોમર્શિયલ રેફ્રિજરેટર તેમજ અન્ય ઔદ્યોગિક સાધનો પણ કબજે કરવામાં આવ્યા છે. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ તમામ સાધનોનો ઉપયોગ સિન્થેટિક ડ્રગ્સના મોટા પાયે ઉત્પાદન માટે થતો હતો.
ડ્રગ્સ બનાવવાની ટેકનિક શીખી બનાવી હતી ગેંગ
તપાસમાં બહાર આવ્યું છે કે, પપ્પુએ મુંબઈના ડોંગરી વિસ્તારના એક વ્યક્તિ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાની ટેકનિક શીખી હતી. ત્યારબાદ તેણે પોતાનું ઉત્પાદન કેન્દ્ર અને વિતરણ નેટવર્ક ઉભું કરીને મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું.
વર્ષોથી સક્રિય હતો ડ્રગ્સના ગેરકાયદે ધંધામાં
પોલીસના રેકોર્ડ મુજબ આરોપી પપ્પુ વર્ષ 2001થી ગેરકાયદે નશીલા પદાર્થોના વેપારમાં સંકળાયેલો હોવાનું માનવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી તે મેફેડ્રોનના ઉત્પાદન અને વિતરણ સાથે જોડાયેલો હોવાની શંકા છે. હાલમાં પોલીસ સમગ્ર નેટવર્ક, નાણાકીય વ્યવહારો અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવી રહી છે.
અમદાવાદમાંથી પણ ₹ 14 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું
નરોડા પોલીસે ચિલોડા પાસેથી મંગળવારે 14 કરોડના ડ્રગ્સ મેથ ડ્રગ્સ સાથે કેરિયર સાજીદખાનની ધરપકડ કરી છે. માહિતી મુજબ મુંબઇથી અમદાવાદ આવેલા સાજીદખાન પાસેથી બિસ્કિટના પેકેટમાં 7.74 ગ્રામ મેથ ડ્રગ્સ પકડાયું છે. તેણે કબલ્યું કે, નાઈજીરિયન અને રાજસ્થાનનો એક વ્યક્તિ જયપુરમાં ડ્રગ્સ આપીને ગયા હતા. સાજીદખાનને એક વખત ડ્રગ્સ સપ્લાય કરવાના 20 હજાર રૂપિયા મળતા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!