અંકલેશ્વર GIDCમાં MD ડ્રગ્સ લેબોરેટરીનો પર્દાફાશ
ફાર્મા કંપનીનો કેમિસ્ટ પોતાના રહેણાંક ઘરના બાથરૂમમાં લેબ બનાવી MD ડ્રગ્સ બનાવતો હતો

અંકલેશ્વર જીઆઈડીસીની એક સોસાયટીના રહેણાંક મકાનમાંથી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ઝડપાઈ

અંકલેશ્વર જીઆઈડીસીની એક સોસાયટીના રહેણાંક મકાનમાંથી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ઝડપાઈ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં ભાડાના મકાનમાંથી MD ડ્રગ્સ બનાવાતી ગેરકાયદેસર લેબનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડી આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ બહાર લાવી છે.
મળતી માહિતી મુજબ, અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં આવેલી સિદ્ધ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના બી બ્લોકમાં ભાડે લેવામાં આવેલા ફ્લેટના બાથરૂમમાં ગુપ્ત રીતે લેબોરેટરી તૈયાર કરવામાં આવી હતી. અહીંથી સિન્થેટિક MD ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું.
SOGની ટીમે શુક્રવારે મોડી રાત્રે દરોડો પાડતા સમગ્ર સેટઅપ જોઈ ચોંકી ઉઠી હતી. તપાસમાં સામે આવ્યું કે આરોપી એક ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો હતો. દિવસ દરમિયાન નોકરી અને રાત્રે બાથરૂમમાં બનાવેલી લેબમાં ડ્રગ્સ તૈયાર કરતો હતો.
પ્રાથમિક પૂછપરછમાં આરોપી અનિલ રાખોલિયાએ કબૂલ્યું કે તે વિવિધ કેમિકલ્સ GIDC વિસ્તારમાંથી મેળવી અને ઇન્ટરનેટ પરથી માહિતી મેળવી MD ડ્રગ્સ બનાવતો હતો. પોલીસે દરોડા દરમિયાન અંદાજે રૂ. 2.44 લાખ કિંમતનું 74.88 ગ્રામ MD ડ્રગ્સ તેમજ મોટી માત્રામાં રો મટીરિયલ કબજે કર્યું છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તે ડ્રગ્સ કોને સપ્લાય કરવાનું હતું તેમજ આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં તેની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે ડ્રગ્સ નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!