અમદાવાદમાં વિદેશી રમકડાંની આડમાં MD-ચરસ-ગાંજાની હેરાફેરી ઝડપાઈ
ક્રાઈમ બ્રાન્ચે પોસ્ટ ઓફિસમાંથી રૂપિયા 3.45 કરોડનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી

પાર્સલના નામે કરોડોનું ડ્રગ્સ મોકલાતું

પાર્સલના નામે કરોડોનું ડ્રગ્સ મોકલાતું
અમદાવાદમાં વિદેશથી રમકડાંની આડમાં એમડી ડ્રગ્સ, ચરસ અને ગાંજાની હેરાફેરીનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. શાહીબાગ વિસ્તારની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી રૂપિયા 3,45,25,000 નો મુદ્દામાલ કબજે કરી ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. અમેરિકા, કેનેડા અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી આ ડ્રગ્સ મંગાવાયુ હોવાની દિશામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. 9 મહિના અગાઉ ડાર્ક વેબ અને અલગ અલગ વીપીએનની મદદથી મંગાવેલા ડ્રગ્સનો જથ્થો ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને શાહીબાગ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસના ફોરેન પોસ્ટ વિભાગમાં શંકાસ્પદ પાર્સલ આવ્યા હોવાની અને તેમાં હાઈબ્રીડ ગાંજો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે 105 જેટલાં પાર્સલનું ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. આ તપાસ દરમિયાન રમકડાં અને ખાદ્ય સામગ્રીના પાર્સલમાંથી 3.45 કરોડનો જથ્થો મળી આવ્યો હતો. તેનું પરીક્ષણ કરાવતાં ચરસ, હાઇબ્રીડ ગાંજો અને એમ.ડી. ડ્રગ્સ હોવાનું સામે આવ્યુ છે.
આ જથ્થો થાઇલેન્ડ, કેનેડા અને અમેરિકા દેશોમાંથી ઓર્ડર કરવામાં આવ્યો હોવાની આશંકા છે. રૂપિયા 3,12,50,000 ની કિંમતનો 10,550 ગ્રામ હાઈબ્રીડ ગાંજો, 3,95,000 ની કિંમતનું 79 ગ્રામ ચરસ, 24,80,000 ની કિંમતનું 248 ગ્રામ એમડી ડ્રગ્સ, કેનાબીલ ઓઈલની 32 નંગ ટ્યુબ અને આઈસોપ્રોપાઈલ નાઈટ્રેટની 6 નંગ બોટલનો જથ્થો કબજે કર્યો છે. આ જથ્થો કોણે મંગાવ્યો અને ક્યાંથી મંગાવ્યો છે. તે બાબતે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં ઓનલાઈન મંગાવેલા ડ્રગ્સના રિસિવર અંગે તપાસ ચાલી રહી છે.
ગુનાની મોડેસ ઓપરેન્ડી
ડાર્ક વેબ તથા ઇન્ટરનેટના માધ્યમથી અમેરિકા, કેનેડા અને થાઈલેન્ડ જેવા દેશોમાાંથી અધૂરા સરનામા અથવા ખોટા સરનામા પર ખોટા નામે હાઈબ્રીડ ગાાંજો, ચરસ, એમ.ડી. ડ્રગ્સ જેવા નાર્કોટીક્સ પદાર્થો મંગાવવામાાં આવે છે. વિદેશથી મોકલી આપવામાં આવતા પાર્સલોમાં સોફટ ટોય્ઝ તથા ખાદ્ય સામગ્રી, પ્રોટીન પાવડર વગેરે ચીજવસ્તુની આડમાં માદક પદાર્થ મોકલવામાં આવે છે.
અમેરિકાથી આવેલા પાર્સલમાંથી 3.84 કરોડનો હાઇબ્રિડ ગાંજો-લિક્વિડ ડ્રગ્સ મળ્યું હતું
અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા પાર્સલમાંથી 9 મહિના અગાઉ 3.84 કરોડનો હાઈબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળ્યુ હતુ. જે તે સમયે કરોડોનું કન્સાઇમેન્ટ રિસીવર પાસે જાય એ પહેલાં ક્રાઈસ બ્રાન્ચે ઝડપી પાડ્યું હતુ. કેનેડા અને અમેરિકાથી આવેલાં 58 પાર્સલમાંથી, રમકડાં, ડાઈપર, બાળકોના મોજા, રમકડાં અને સાડીમાં સંતાડેલો નશાનો સામાન નીકળ્યો હતો. આ પાર્સલ નશાના બંધાણી થયેલા ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ મંગાવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!