મેરઠમાં સામુહિક હત્યાકાંડ
મેરઠમાં એક જ પરિવારના 5 સભ્યોના મૃતદેહ મળી આવ્યા

મેરઠમાં સામુહિક હત્યાકાંડ

મેરઠમાં સામુહિક હત્યાકાંડ
ઉત્તર પ્રદેશના મેરઠમાં લિસાડી ગેટ વિસ્તારમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા કરી નાખી. મૃતક મોઈન, તેની પત્ની અને 3 બાળકોની લાશ એક રૂમમાં મળી.. પતિ-પત્નીની લાશ ચાદરમાં લપેટાયેલી મળી. મોટા બોક્સની અંદર બાળકોની લાશ પડેલી મળી. ઘરના ગેટ પર બહાર તાળું લટકાવેલું હતું. ઘરમાં સામાન વિખેરાયેલો પડ્યો હતો. ઘરમાં ચારે તરફ લોહીના છાંટા પડ્યા હતા. ફોન પણ બંધ હતા. લોકોને શંકા ગઈ તો તાળા તોડ્યા. જેવું પરિવારના સભ્યો ઘરની અંદર પહોંચ્યા તો 5 સભ્યોની લાશ મળી.
મૃતકના ભાઈ સલીમે જણાવ્યું કે, “હું મારી પત્નીને હોસ્પિટલે લઈ ગયો હતો. ડોક્ટર્સને બતાવ્યા બાદ મોઈનના ઘરે પહોંચ્યા. કાલે 11 વાગ્યાથી ભાઈ મોઈનનો ફોન બંધ હતો. અમે ઘર પરિવાર અને સંબંધીઓમાં શોધવાની કોશિશ કરી પણ કંઈ જાણવા મળ્યું નહીં. ઘર બહાર તાળા લાગેલા હતા. અમે પાડોશીની છતથી કૂદીને આવ્યા. તાળા તોડ્યા. ઘરની લાઈટ ચાલુ કરી તો લાશ મળી. બેડમાં મારો ભાઈની લાશ પડી હતી. ઘરનો બધો સામાન વિખેરાયેલો પડ્યો હતો.”
મૃતકની ભત્રીજી તરન્નુમે જણાવ્યું કે, “કાલે સાંજે ફોન પર વાત થઈ હતી. એ પણ કાકા સાથે વાત થઈ હતી. તેઓ ચિનાઈનું કામ કરતા હતા.”
શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે પાંચેયની હત્યા ગળું કાપીને કરવામાં આવી છે. લાશને બેડની અંદર હત્યા કરી પેક કરી દીધી. લાશ બોરીમાં બંધ કરી બેડમાં છુપાવી દીધી. બાળકોની લાશ પહેલા બોરીમાં બાંધી બાદમાં તેમને બોક્સમાં છુપાવી દીધી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!