રાજસ્થાનમાં 8 લોકોના સામૂહિક આપઘાતથી મચ્યો હડકંપ
સીકરમાં માતા અને 4 બાળકોના મોત, જયપુરમાં ત્રાસથી 3 સભ્યોનો આપઘાત

બે અલગ-અલગ બનાવમાં 8 લોકોના મોત

બે અલગ-અલગ બનાવમાં 8 લોકોના મોત
રાજસ્થાનના બે મોટા શહેરો – સીકર અને જયપુરમાં શનિવારે (11 ઓક્ટોબર) સામૂહિક આપઘાતના ચોંકાવનારા બે બનાવો સામે આવ્યા છે. આ બંને ઘટનાઓમાં કુલ 8 લોકોએ જીવન ટૂંકાવી લીધું છે, જેનાથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. સીકરમાં એક પરિવારે ઝેર પીને આપઘાત કર્યો છે, જ્યારે જયપુરમાં એક પરિચિત વ્યક્તિ દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
જયપુર: કરણી વિહારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો આપઘાતજયપુરના કરણી વિહાર વિસ્તારમાં શનિવારે સવારે એક જ પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરી લીધો હતો. મૃતકોમાં પિતા રૂપેન્દ્ર શર્મા (63), માતા સુશીલા શર્મા (58) અને પુત્ર પુલકિત શર્મા (32)નો સમાવેશ થાય છે.
ઘટનાની જાણ: ફ્લેટના માલિક રામગોપાલ શર્માને શંકા ગઈ કારણ કે પરિવારના મોભી રૂપેન્દ્ર શર્મા દરરોજ સવારે 5 વાગ્યે ઉઠતા હતા, પરંતુ સવારે 8 વાગ્યા સુધી ફ્લેટનો દરવાજો ન ખુલતા તેમણે પોલીસને જાણ કરી હતી.
મૃતદેહોની સ્થિતિ: પોલીસ દરવાજો તોડીને અંદર પ્રવેશી ત્યારે પુત્રનો મૃતદેહ મુખ્ય દરવાજા પાસે, પિતાનો મૃતદેહ હોલમાં અને માતાનો મૃતદેહ રૂમમાં મળી આવ્યો હતો. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે ત્રણેયે ઝેરી પદાર્થ ખાઈને આપઘાત કર્યો છે.
સુસાઇડ નોટનો ખુલાસો: પોલીસ અધિકારી હવા સિંહે જણાવ્યું હતું કે, રૂમમાંથી અંગ્રેજીમાં લખેલી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં એક પરિચિત વ્યક્તિ દ્વારા માનસિક ત્રાસ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ આધારે પરિવારે સંબંધિત વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.
સીકરમાં પાલવાસ રોડ પર આવેલી અનિરુદ્ધ રેસિડેન્સીમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેર પીને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.
મૃતકો: મૃતકોમાં માતા કિરણ દેવી અને તેના ચાર બાળકો ત્રણ પુત્રો સુમિત, આયુષ, અવનીશ અને પુત્રી સ્નેહાનો સમાવેશ થાય છે. ઘટનાસ્થળેથી ઝેરના પેકેટ પણ મળી આવ્યા હતા.
ગુપ્ત આપઘાત: પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ પરિવારે થોડા દિવસ પહેલાં જ આપઘાત કરી લીધો હતો. મૃતદેહો ખૂબ જ સડી ગયા હતા. ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં બિલ્ડિંગના અન્ય રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી.
સ્થિતિ: દુર્ગંધ છુપાવવા માટે ધૂપ અને પરફ્યુમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે પોલીસ ટીમ ભારે મુશ્કેલીથી અંદર પ્રવેશી શકી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક કિરણ દેવી તેના પતિ સાથેના વિવાદને કારણે બાળકો સાથે અલગ રહેતી હતી.
આ સામૂહિક આપઘાતના બે કરૂણ બનાવોએ રાજ્યમાં માનસિક સ્વાસ્થ્ય અને પારિવારિક સમસ્યાઓના ઉકેલ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, જેની પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!