અમદાવાદમાં ડુંગળીની આડમાં કરોડોનો ગાંજો ઝડપાયો
નારોલ સર્કલ પાસે પીકઅપ ડાલામાંથી 406 કિલો ગાંજો જપ્ત, ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોને દબોચ્યા

અમદાવાદમાં કરોડોનો ગાંજો ઝડપાયો

અમદાવાદમાં કરોડોનો ગાંજો ઝડપાયો
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નારોલ સર્કલ પાસે વોચ ગોઠવીને મહારાષ્ટ્ર તરફથી આવતી એક શંકાસ્પદ મહિન્દ્રા પીકઅપ ગાડીને આંતરવામાં આવી હતી. આ વાહનની તપાસ દરમિયાન ડુંગળીની બોરીઓની નીચે છુપાવેલો 406 કિલોથી વધુ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
મહારાષ્ટ્રના બે આરોપીઓની ધરપકડ :
પોલીસે આ કેસમાં મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના બે શખ્સોની ધરપકડ કરી છે:
દીપક વિક્રમ જાટ
સતેજ ઉર્ફે સતેસ તેમરા પાવરા
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ જથ્થો મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રની સરહદ પર આવેલા કરમાલા ગામ ખાતેથી સાગર પાવરા અને શાંતારામ પાવરા નામના વ્યક્તિઓએ ભરી આપ્યો હતો. આ જથ્થો અમદાવાદમાં કોઈ નિર્ધારિત સ્થળે પહોંચાડવાનો હતો.
કુલ 2.08 કરોડનો મુદ્દામાલ કબજે :
ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે :
ગાંજો: 406.350 કિલો (કિંમત આશરે ₹2,03,17,500)
વાહન: મહિન્દ્રા પીકઅપ ગાડી (કિંમત ₹5,00,000)
અન્ય: 2 મોબાઈલ ફોન, રોકડ રકમ અને ડુંગળીની 50 બોરીઓ
પોલીસે કુલ ₹2,08,37,700 ની મતાનો મુદ્દામાલ જપ્ત કરીને એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તપાસનો ધમધમાટ :
અમદાવાદમાં આ જથ્થો કોને આપવાનો હતો અને આ ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, તે જાણવા માટે પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી રહી છે. મુખ્ય સપ્લાયરોને પકડવા માટે અલગ-અલગ ટીમો રવાના કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!