આણંદમાં મકસૂદે મુકેશ બની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
લગ્નની લાલચ આપી પરિણીત શખસે 5 વર્ષ સુધી ગેસ્ટહાઉસમાં શારીરિક સંબંધ બાંધ્યા

વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી

વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી
આણંદ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બોરસદના નાપા તળપદ ગામનો મકસૂદ દિલુભા રાણા નામનો શખસ મુકેશ તરીકે ઓળખ છુપાવી એક 30 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરવાના આરોપસર ઝડપાયો છે.
આરોપી મકસૂદ આણંદમાં ઘાસચારો વેચવા આવતો હતો, જ્યાં તેણે યુવતી સાથે મુકેશ તરીકે ઓળખ આપી સંબંધ બાંધ્યો હતો. જાન્યુઆરી 2020થી 2025 સુધી તેણે યુવતી સાથે આણંદના વિવિધ ગેસ્ટહાઉસમાં લઈ જઈને શારીરિક સંબંધો બાંધ્યા હતા અને એના ફોટા પણ પાડી લીધા હતા.
યુવતીએ લગ્ન કરવાની વાત કરતાં જ ફોટા વાઈરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. બીજી બાજુ યુવતીએ તપાસ કરતાં તે જેની સાથે પ્રેમસંબંધ રાખતી હતી તે મુકેશ નહીં, પરતુ મકસૂદ હોવાનું અને તે પરિણીત હોવાનું જાણવા મળ્યું હતું. જેથી યુવતીએ આ અંગે આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. એના આધારે પોલીસે ભારતીય ન્યાય સહિતા 2023ની કલમ મુજબનો ગુનો નોંધીને, આરોપી મકસૂદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.
આણંદ DySP જે.એન.પંચાલે જણાવ્યું હતું કે, 26-1- 2025ના રોજ આણંદ શહેરમાં રહેતી 30 વર્ષની યુવતીએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરી હતી કે, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા ગામે રહેતા મકસુલ દિલુભા રહેવાર રાણા રહેવાસીએ તેની સાથે મિત્રતા કેળવી, તેને ખોટું નામ આપી તેની સાથે અવારનવાર લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કરેલું છે અને ત્યાર પછી દુષ્કર્મ કરતી વખતે તેના વીડિયો ઉતારી અને આ વીડિયો વાઈરલ કરવાની અવારનવાર ધમકી આપી અવારનવાર દુષ્કર્મ કરેલું છે
આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે. સદર ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ ઝાલાની સૂચના મુજબ પીએસઆઇ શુક્લાએ અલગ અલગ ટીમો બનાવીને આ ગુનામાં સંડોવાયેલા મકબુલ રાણાને અટક ઝડપી લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!