અમદાવાદ જોધપુર દુષ્કર્મ કેસમાં મોટો ડ્રામા
અમદાવાદ જોધપુર દુષ્કર્મ કેસમાં મોટો ડ્રામા

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
અમદાવાદના ચર્ચિત જોધપુર દુષ્કર્મ કેસના આરોપી ધર્મસિંહે મધરાતે પોલીસ કાફલા પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી ગયો હતો. હેબતપુર ખાતે પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપીએ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પરમારની પિસ્તોલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં ફાયરિંગ થયું અને આરોપી સહિત એક પોલીસકર્મી ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયા હતા.
પંચનામા દરમિયાન અચાનક હુમલો
આનંદનગર પોલીસ દુષ્કર્મના આરોપી ધર્મસિંહને લઈને હેબતપુર ખાતે પંચનામું કરવા પહોંચી હતી. પોલીસને આરોપીએ અગાઉ ફેંકેલા બે મોબાઈલ ફોન પણ સ્થળ પરથી મળી આવ્યા હતા.
પંચનામાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે આરોપી ધર્મસિંહે અચાનક PI આર.એસ. પરમારની પિસ્તોલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ પોલીસ સાથે ઝપાઝપી શરૂ કરતાં પરિસ્થિતિ તંગ બની હતી.
એક પછી એક બે રાઉન્ડ ફાયરિંગ
આ ઝપાઝપી દરમિયાન PI આર.એસ. પરમારે પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયર કર્યો હતો. આ ફાયરિંગમાં કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રાઠોડને સાથળના ભાગે ગોળી વાગી હતી.
ત્યારબાદ આરોપી પોલીસ સાથે ઝપાઝપી કરતો રહ્યો હતો. આ દરમિયાન બીજો રાઉન્ડ ફાયર થયો હતો, જેમાં ગોળી આરોપીના પગમાં વાગી હતી. ગોળી વાગતાં આરોપી જમીન પર ઢળી પડ્યો હતો.
બંને ઈજાગ્રસ્ત થતાં પોલીસ દ્વારા તાત્કાલિક તેમને પોલીસની ગાડીમાં જ સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલ પહોંચતા જ માફીની ભીખ
હોસ્પિટલ પહોંચ્યા બાદ આરોપી ધર્મસિંહનો અલગ જ ચહેરો જોવા મળ્યો હતો. લંગડાતો ચાલતો આરોપી બાદમાં સ્ટ્રેચર પર હતો અને બંને હાથ જોડીને પોલીસ સમક્ષ સતત માફી માગતો રહ્યો હતો.
આરોપી વારંવાર એક જ વાતનું રટણ કરતો હોવાનું સામે આવ્યું હતું—
‘સાહેબ હવે પછી આવું નહીં થાય, એકવાર માફ કરી દો…’
ફાયરિંગની ગંભીર ઘટનાની જાણ થતાં JCP અને DCP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.
પોલીસકર્મીની હાલત સ્થિર
સોલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દિપીકા સિંઘલે જણાવ્યું હતું કે બંને ઈજાગ્રસ્તોને રાત્રે લગભગ 10:30 વાગ્યે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
પોલીસકર્મી વિરેન્દ્રસિંહ રાઠોડને જાંઘમાં ગોળી વાગી હતી અને ગોળી શરીરમાંથી નીકળી ગઈ હતી. તેમની સ્થિતિ સ્થિર હતી. પ્રાથમિક સારવાર બાદ તેમને રાત્રે જ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ આરોપી ધર્મસિંહના જમણા પગમાં ગોળી વાગી હતી. ગોળી અંદર ફસાઈ ન હતી અને નીકળી ગઈ હતી, પરંતુ ગોળી વાગવાના કારણે પગના હાડકામાં ફ્રેક્ચર થયું હતું. ડ્રેસિંગ બાદ તેને ઓર્થોપેડિક વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.
હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ, દર્દીની ફિટનેસને ધ્યાનમાં રાખીને આગળ સર્જરી અંગે નિર્ણય લેવામાં આવશે.
આરોપી સામે વધુ એક ગુનો
ઘટનાને પગલે પોલીસ અધિકારીઓએ પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. ઝોન-7 DCP શિવમ વર્માએ જણાવ્યું કે આરોપી ધર્મસિંહ વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધવામાં આવશે.
આ મામલે PI આર.એસ. પરમારે આરોપી ધર્મસિંહ વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર કેસની તપાસ PI એસ.જી. ખાંભલા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
આ રીતે પંચનામા માટે ગયેલી પોલીસ ટીમ સમક્ષ અચાનક સર્જાયેલી ઝપાઝપી, પિસ્તોલ ઝૂંટવવાના પ્રયાસ અને ફાયરિંગની ઘટનાએ અમદાવાદ પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!