રાજકોટમાં લવજેહાદ? પરિણીતાને બ્લેકમેઈલ કરવાનો આરોપ
સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવ્યા બાદ ધર્મ પરિવર્તન માટે દબાણ કરાયું હોવાનો પીડિતાનો આક્ષેપ

AI જનરેટેડ

AI જનરેટેડ
સોશિયલ મીડિયા પરથી શરૂ થયેલો સંપર્ક વિવાદમાં ફેરવાયો
રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયા મારફતે થયેલી ઓળખાણ બાદ એક પરિણીતાએ ગંભીર આક્ષેપો સાથે પોલીસનો આશરો લીધો છે. ફરિયાદના આધારે પોલીસે એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી મહિલાને ઝડપી લેવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
'જિદ્દી બોય' નામની આઈડીથી સંપર્કમાં આવ્યો શખ્સ
ફરિયાદી મહિલાના જણાવ્યા અનુસાર ચાર મહિના અગાઉ પરિણીતાનો સંપર્ક સોશિયલ મીડિયા પર 'જિદ્દી બોય' નામની આઈડી ધરાવતા વ્યક્તિ સાથે થયો હતો. શરૂઆતમાં તેણે પોતાની ઓળખ છુપાવી મિત્રતા કેળવી હતી. બાદમાં બંને વચ્ચે સપર્ક વધતાં તેઓ મળ્યાં હોવાનું જણાવાયું છે.
હોટલમાં લઈ જઈ દુષ્કર્મનો આરોપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભોગ બનનાર પરિણીતાનો સંપર્ક ચાર મહિના પહેલાં સોશિયલ મીડિયા પર 'જિદ્દી બોય' નામની આઈડી ધરાવતા શખ્સ સાથે થયો હતો. આ શખ્સે પોતાની સાચી ઓળખ છુપાવી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ પરિણીતાને મળવા માટે રાજકોટ આવ્યો અને ગોંડલ રોડ પર આવેલી એક હોટેલમાં લઈ ગયો હતો. ત્યાં મોરબીના વાવડી રોડ પર રહેતી અનિશા નામની યુવતીએ મદદગારી કરી પરિણીતાને રૂમમાં ધકેલી દીધી હતી. હોટેલના રૂમમાં આ શખ્સે પરિણીતા પર બળજબરી આચરી દુષ્કર્મ ગુજાર્યું હતું. તે સમયના ફોટા-વીડિયો પણ ઉતારી લીધા હતા. જે વાયરલ કરી લગ્નજીવન બગાડી નાખવાની ધમકી આપી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.
સાચી ઓળખ સામે આવતાં સંબંધ તૂટ્યાં
પરિણીતાને જાણ થઈ હતી કે 'જિદ્દી બોય' પ્રોફાઈલ ધરાવતો શખ્સ હિન્દુ નહીં. પરંતુ જુનાગઢનો અફઝલ કારાભાઈ સીડા છે. સાચી ઓળખ સામે આવતાં પરિણીતાએ સંબંધ તોડી નાખ્યા હતાં. પરંતુ અફઝલ અને અનિશાએ સોશિયલ મીડિયા પર લાઈવ થઈ તેને સતત બદનામ કરવાનું અને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. આ માનસિક ત્રાસ અને બ્લેકમેઈલિંગથી કંટાળીને પરિણીતાએ એસિડ પીને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેના પતિએ સમયસર તેનો જીવ બચાવી લીધો હતો.
ધમકી અને દબાણના આક્ષેપ
ત્યારબાદ પરિણીતાએ તેના પતિને સમગ્ર હકીકત જણાવતાં તેમણે પોલીસમાં અરજી કરી હતી. અરજી પાછી ખેંચી લેવા માટે અમદાવાદના રવિ ગોસાઈ અને જુનાગઢના વિજય ચુડાસમા નામના બે શખ્સો પરિણીતાને ગાળો આપી ધમકીઓ આપતા હતા. પરિણીતાએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો છે કે, તેને દરગાહમાં લઈ જઈને દોરા-ધાગા કરાવાયા હતા અને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરાયું હતું, જોકે એફઆઈઆરમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
માનસિક ત્રાસ બાદ આત્મહત્યાનો પ્રયાસ
આક્ષેપો મુજબ, સતત દબાણ અને બ્લેકમેઇલિંગથી પરેશાન થઈ પરિણીતાએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, પરિવારજનોની સતર્કતાના કારણે સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પતિને કરવામાં આવી અને પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી.
આરોપી મહિલાની અટકાયત
રાજકોટ તાલુકા પોલીસે અફઝલ સીડા, અનિશા, રવિ ગોસાઈ અને વિજય ચુડાસમા સામે ગુનો દાખલ કરી રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પરથી મોરબીની અનીશાને રાજકોટ તાલુકા પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય આરોપીઓ સુધી પહોંચવા પોલીસ ટીમો કાર્યરત કરવામાં આવી છે. તમામ પાસાઓની તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
યુ ટ્યૂબર 'જિદ્દી બોય'એ ફિનાઇલ પીધું હતું
ચાર મહિના પહેલાં સોશિયલ મીડિયામાં 'જિદ્દી બોય' નામની આઈડી ધરાવતો જુનાગઢનો ‘અફઝલ સિડા’ ચર્ચામાં આવ્યો હતો. 'જિદ્દી બોય'એ કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી ફિનાઈલ પી લેતાં કીર્તિ, દિવ્યા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. મૃગીકુંડમાં સ્નાન કરી કીર્તિ પટેલે વિવાદ સર્જતાં જૂનાગઢના યુ ટ્યૂબર અબજલ સીડાએ યુ ટ્યૂબ પર લાઈવ કર્યું હતું.
જેના કારણે કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હોવાનું કહી અફઝલ પાસે રૂપિયા 20 લાખની ખંડણી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી હતી. જેના કારણે અબજલ સીડાએ બે વખત ફિનાઈલ પી લીધુ હતું. અફઝલની ફરિયાદના 12 કલાક બાદ દિવ્યા મીડિયા સમક્ષ આવી હતી અને પોતાની વાત રજૂ કરી હતી. ત્યારબાદ તેણે પણ ફિનાઈલ પીને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો અપલોડ કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!