ગુજરાતમાં બુટલેગરોનો નવો કીમિયોઃ હજીરા-ઘોઘા રો-રો ફેરીમાંથી દારૂની હેરાફેરી ઝડપાઈ
સ્ટેટ મોનિટરીંગ સેલે 2 શખ્સોની ધરપકડ કરી 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા

સ્ટેટ મોનિટરીંગ સેલે 2 શખ્સોની ધરપકડ કરી 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા

સ્ટેટ મોનિટરીંગ સેલે 2 શખ્સોની ધરપકડ કરી 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા
ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયા કરતાં કરતાં હોય છે. હવે સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે ચાલતી રો-રો ફેરીમાંથી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલે આઈસર ટેમ્પોમાં લેમિનેશન કરી રાખેલા સ્ટીમ બોઈલરમાંથી રૂપિયા 19.20 લાખની 19,200 નંગ વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે દારૂ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ વી.સી.જાડેજા અને ટીમને મળેલી બાતમીના આધારે હજીરા સ્થિત રો-રો ફેરીના પાર્કિંગમાં પાર્ક કરેલા આઇશર ટેમ્પોમાં ચેકિંગ કર્યુ હતુ. ચેકિંગ દરમિયાન લેમિનેશન કરી રાખેલા સ્ટીમ બોઈલરનું લેમિનેશન દૂર કરી તપાસ કરતાં તેમાંથી 19.20 લાખની 19,200 નંગ વિદેશી દારૂની બોટલ મળી હતી. વિદેશી દારૂ, બોઈલર, ટેમ્પો, બે મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 36.09 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલક હુસેન મહેબૂબ નદાફુ અને ટેમ્પો માલિક હીરાલાલ બાશા નદાફુની ધરપકડ કરી હતી. જ્યારે મહારાષ્ટ્રના વિરારથી દારૂનો જથ્થો મોકલનાર તેમજ દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.
સ્ટેટ મોનિટરીંગ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ વિદેશી દારૂનો જથ્થો ગીર સોમનાથના વેરાવળ ખાતે એક વ્યક્તિને તેના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીને આપવાનો હતો. બાદમાં દારૂનો જથ્થો જૂનાગઢ પહોંચાડવાનો હતો. રો-રો ફેરીમાં વિદેશી દારૂ લઈ જવાની તેમની છઠ્ઠી ટ્રીપ હોવાનું જાણવા મળ્યુ છે. અગાઉ 7 જાન્યુઆરીના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલે રો-રો ફેરીમાં દમણથી જૂનાગઢ મોકલતો 26.63 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પણ તે વખતે બીજી ટ્રીપ હતી.
રો-રો ફેરીથી મોકલવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો દમણમાંથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી દારૂ પહોંચાડવા માટે રો-રો ફેરીનું માધ્યમ બનાવવામાં આવ્યું છે. હજીરા પોર્ટથી રો-રો ફેરીના માધ્યમથી આ દારૂ સૌરાષ્ટ્ર તરફ મોકલવા વાહનને રો-રો ફેરી મારફતે ભાવનગર મોકલવામાં આવે છે. ત્યારબાદ દારૂના ગેરકાયદે વેપારમાં સંકળાયેલા બૂટલેગરો જથ્થાને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મોકલાવે છે.
એસએમસીના અધિકારીઓની તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, બુટલેગરો રો-રો ફેરી મારફતે દારૂના જથ્થાને અલગ-અલગ શહેરોમાં પહોંચાડવા માટે વાહન પર સ્પેરપાર્ટસની બિલ્ટી બનાવી રહ્યા છે. હજીરા પોર્ટથી રો-રો ફેરી મારફતે દારૂ ભરેલા ટેમ્પા અને કન્ટેઈનર ઘોઘા પોર્ટ ઉપર ઉતારી ત્યાંથી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં રવાના કરાતા હોય છે. રો-રો ફેરીમાંથી ઉતારીને ઘોઘા તરફ જતાં એક વાહનની પોલીસે શંકાના આધારે તપસ કરતાં તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. કોઈને શંકા ન જાય તે માટે કન્ટેઈનરને સીલ કરવામાં આવ્યુ હતુ. એસએમસીએ કન્ટેઈનરના સીલને ખોલાવી તપાસ કરતાં દારૂનો જથ્થો હાથ લાગ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!