અમદાવાદમાં કાયદો વ્યવસ્થા કથળી, મોડીરાત્રે ફાયરિંગ
ફતેવાડી વિસ્તારમાં ચાની કીટલીવાળા ઉપર ફાયરિંગ કરી અસામાજીક તત્વોએ લૂંટ ચલાવી

ગુરૂવારે 12 કલાકમાં ત્રણ હત્યાના બનાવ બન્યા હતા, અમદાવાદ શહેર બન્યુ ગુનાખોરીનું ઘર

ગુરૂવારે 12 કલાકમાં ત્રણ હત્યાના બનાવ બન્યા હતા, અમદાવાદ શહેર બન્યુ ગુનાખોરીનું ઘર
અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે. છેલ્લાં 24 કલાક દરમિયાન હત્યાના ત્રણ બનાવ બન્યા બાદ હવે ફતેવાડી વિસ્તારમાં ચાની કીટલીવાળા ઉપર ફાયરિંગ કરી અસામાજિક તત્વોએ લૂંટ ચલાવી છે. જાહેરમાં ફાયરિંગ કર્યા બાદ છરીથી હુમલો કરવાની ઘટના બની છે.
ગુરૂવારે (12 ફેબ્રઆરી) મોડી રાત્રે ચાની કીટલી પર બેસવા બાબતે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને ત્રણ શખ્સોએ ચાની કીટલીવાળાને પગમાં ગોળી ધરબી દીધી હતી. કીટલી પર ફાયરિંગ કરી ભયનો માહોલ ફેલાવી અસામાજીક તત્વો ફરાર થઈ ગયા હતા.
અન્ય એક બનાવમાં ફતેવાડી વિસ્તારમાં ગુરૂવારે સવારે ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવતા શખ્સને છરી બતાવી ચાંદી-મોબાઇલની લૂટ ચલાવી હતી. સમગ્ર મામલે જાણ થતાં સુપરવાઇઝર સ્થળ પર પહોંચ્યા તો તેમને પણ આરોપીઓએ છરીના ઘા ઝીંકી દીધા હતા.
ફતેવાડી વિસ્તારમાં મુદ્દસર અહેમદખાન પઠાણની ચાની કીટલી આવેલી છે. મોડી રાત્રે 1:30 વાગ્યાની આજુબાજુ ચાની કીટલી પર અરબાઝ તથા તેના બે મિત્રોએ આવીને અગાઉ ચાની કીટલી ઉપર બેસવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં બેફામ ગાળો બોલી ફૈઝાન કયાં છે. તેને જાનથી મારી નાખવાનો છે તેમ કહી અરબાઝે મુદ્દસર પર ફાયરિંગ કર્યું હતું. જેમાં તેને જમણા પગમાં ગોળી વાગી હતી જ્યારે તેના બે મિત્રોના હાથમાં છરીઓ હતી.
આ શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં મુદ્દસરના પગમાં ગોળી વાગી હતી.જ્યારે એક ગોળી ચાની કીટલી પર ચલાવી હતી. અરબાઝના બે મિત્રો પાસે છરી પણ હતી. બાદમાં આજુબાજુના માણસો ભેગા થઈ જતા અરબાઝ તથા તેના બે મિત્રો ભાગી ગયા હતા. પગમાં ઈજા થતાં મુદ્દસરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસને જાણ થતા વેજલપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
છરીથી હુમલા સાથે લૂંટની ઘટના
ફતેવાડી વિસ્તારમાં છરી બતાવીને ચાંદી અને મોબાઈલની લૂંટની ઘટના પણ બની હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરાની ગાડીમાં ફરજ બજાવનાર નૈલેશ ભાભોર વહેલી સવારે પત્ની સાથે ગાડી લઈને ફતેવાડી કેનાલની પાછળ એ-વન પાર્ક નજીક જ્યારે કચરો લેવા માટે ગયો હતો ત્યારે બે લોકો આવ્યા હતા. તું કેમ કચરો બરાબર ભરતો નથી એમ કહીને ઝઘડો કર્યો હતો. એક શખ્સે તેની પાસે રહેલી છરી કાઢી નૈલેશના શરીરના ભાગે મારી દીધી હતી અને તેની પાસે રહેલી ચાંદીની લકી અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. અને ધમકી આપી હતી કે જો આ વિશે કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશું.
અન્ય ગાડીના ડ્રાઇવરનો મોબાઇલ ફોન લઈ અને તેના સુપરવાઇઝરને ફોન કર્યો હતો ત્યારે તેઓ આવ્યા હતા અને બંને દૂર જ હતા. જેથી તેની પાસે જઈ અને આ બાબતે વાતચીત કરતા ઝઘડો કરવા લાગ્યા હતા અને સુપરવાઇઝર શહેઝાદને પણ અલગ અલગ જગ્યાએ શરીરના ઘા મારી દીધા હતા. લોકોના ટોળા ભેગા થઈ જતાં બંને ફરાર થઈ ગયા હતા.
તેમાંથી એક વ્યક્તિને સ્થાનિક લોકોએ પકડી પોલીસને સોંપી દીધો હતો. વેજલપુર પોલીસે ગુનો નોંધી આરોપી અનસ શેખની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.
24 કલાકમાં ત્રણ હત્યા
શહેરમાં વધતી ગંભીર ઘટનાઓમાં બોપલ, મણિનગર અને વટવા વિસ્તારમાં હત્યાના બનાવોએ ચિંતા વધારી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!