જામનગરમાં ભૂમાફિયા બન્યા બે ફામ, વધુ એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
મયુર ટાઉનશીપમાં 5.19 કરોડની કોમન જમીન હડપ કરી સ્થાનિક રહીશોને ધમકી આપતા, ધર્મેશ રાણપરીયા નામના વ્યક્તિ સામે નોંધાય પોલીસ ફરિયાદ

વધુ એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

વધુ એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
જામનગર શહેરનો ભૂમાફિયા અને ગુજસીટોકનો મુખ્ય આરોપી જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરીયા સામે વધુ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. રણજીતસાગર રોડ સ્થિત મયુર ટાઉનશીપના કોમન પ્લોટમાં કરોડોની જમીન હડપ કરવાનો તેમજ સ્થાનિક રહીશોને ધાક ધમકી આપ્યાનો આરોપ લાગતા પોલીસે સમગ્ર મામલે તપાસ કરી, આરોપી ધર્મેશ રાણપરિયા સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે... હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરનો કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલ કે હાલ વિદેશની જેલમાં છે. જયેશ પટેલ પર ગુજસીટોક સહિતના 40 થી વધુ ગુના નોંધાઇ ચુક્યા છે. ત્યારે ભુમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ સામે પણ જામનગરમાં વધુ એક ગુનો નોંધાયો છે... આરોપી ધર્મેશ રાણપરીયાએ મયુર ટાઉનશીપ સોસાયટીના કોમન પ્લોટમાં એક પાકું રૂમ, બાથરૂમ અને બે શેડનું બાંધકામ કરી દીધું હતું. આટલું જ નહીં, કોમન પ્લોટની ફરતે કમ્પાઉન્ડ વૉલ બનાવી રસ્તો પણ બંધ કરી દીધો હતો. જ્યારે સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો, ત્યારે તેમને ધમકીઓ આપી મૌન કરી દીધા હતા. ખાસ કરીને, બાજુમાં રહેતા જગદીશ રામોલીયાને સતત હેરાન-પરેશાન કરવામાં આવ્યા, જેના કારણે તેઓ પોતાનું મકાન વેંચવા મજબૂર બન્યા. પરંતુ ત્યારબાદ જગદીશે હિંમત કરીને લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં ફરિયાદ નોંધાવી. જેને લઈને સીટી એ ડિવિઝન પોલીસે આ મામલે ગંભીર નોંધ લઈ આરોપી ધર્મેશ રાણપરીયા સામે ગુનો દાખલ કર્યો છે. આરોપી ધર્મેશએ 965.38 ચોરસ મીટરનો પ્લોટ કે જેની કિંમત રૂ. 5,19,55,000 છે, તેને ગેરકાયદેસર રીતે હડપ કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને સોસાયટીના રહેવાસીઓને ધમકી આપવાની ફરિયાદ પણ નોંધી છે. અને આરોપી ધર્મેશની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!