ખ્યાતિકાંડમાં પોલીસ પકડે તે પહેલા કાર્તિકે 16 કરોડની લોન ભરી
રોકાણ કર્યા બાદ ચિરાગને રિટર્ન આપવા દબાણ કરતા કેમ્પના બહાને દર્દીઓને વેતરવાના ખેલ શરૂ થયા હતા

કાર્તિકે 16 કરોડની લોન ભરી

કાર્તિકે 16 કરોડની લોન ભરી
ખ્યાતિકાંડનો માસ્ટર માઈન્ડ અને હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ ઝડપાયા બાદ હાલ રિમાન્ડ પર છે. ત્યારે ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં તેના એક બાદ એક કારનામા સામે આવી રહ્યા છે. ખ્યાતિકાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ ચોપડે વોન્ટેડ રહેલા કાર્તિક પટેલે દુબઈથી જ પોતાની 16 કરોડની બેંક લોન ભરી દીધી હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલમાં રોકાણ કર્યા બાદ ચિરાગ રાજપૂતને રિટર્ન આપવા દબાણ કરતા ચિરાગે ગામડાઓમાં કેમ્પ કરી PMJAY હેઠળ હોસ્પિટલમાં દર્દીઓ લાવવાનું શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાંચને પૂછપરછમાં કાર્તિક સહયોગ ન આપી ગોળ ગોળ ફેરવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, કાર્તિક પટેલે ખ્યાતિ હોસ્પિટલમાં રોકાણ કર્યા બાદ ચિરાગને કહેતો રહેતો હતો કે, મેં આટલું બધુ રોકાણ કર્યું છે તો તેનું રિટર્ન મને કઈ રીતે મળશે, કંઈપણ કરો મને રૂપિયા આપો. જેથી ચિરાગ રાજપૂતે ગામડાઓમાં કેમ્પ કરી નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે.
10 દિવસના રિમાન્ડ પર છે કાર્તિક પટેલ
ખ્યાતિકાંડ મામલે ધરપકડ કરાયા કાર્તિક પટેલ હાલ રિમાન્ડ પર છે. હોસ્પિટલમા રિકન્સ્ટ્રકશન કરાયા બાદ અને ફાઈલો કબજે કરાયા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમ આરોપીની પૂછપરછ કરી રહી છે ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જો કે, પોલીસની પૂછપરછમાં કાર્તિક સહયોગ ન આપી ગોળ ગોળ ફેરવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
દુબઈમાં હતો ત્યારે 16 કરોડની લોન ભરી દીધી
કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. તે પોલીસ ચોપડે ફરાર હતો ત્યારે ઓસ્ટ્રેલિયાથી ભાગી દુબઈ ગયો હતો. તપાસ એજન્સીઓએ તેના બેંક એકાઉન્ડ સીલ કરી દીધા હતા અને તેની સામે લુકઆઉટ નોટિસ ઈસ્યૂ કરી હતી. તેમ છતાં દુબઈમાં હતો ત્યારે 16 કરોડ રૂપિયાની પોતાની લોન ભરી દીધી હોવાનું સામે આવ્યું છે.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ ફરિયાદ કાર્તિક પટેલ અને તેના સાથીઓ સામે નોંધાઈ છે. ત્યાર બાદ જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલના ઘરે રેડ કરી ત્યારે વિદેશી દારૂની બોટલ મળી આવી હતી અને એ સંદર્ભે પણ ચોથી ફરિયાદ તેની સામે નોંધાઈ છે. આ બધી તપાસ સ્થાનિક પોલીસ કરશે. જ્યારે ઇડી દ્વારા જમીનોને લઈને એક ગુનો નોંધવામાં આવ્યો છે. જે સેન્ટ્રલ એજન્સી દ્વારા આગામી સમયમાં તપાસ કરશે એટલે પાંચ જેટલા કેસોમાં કાર્તિક પટેલની તપાસમાંથી પસાર થવું પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!