સાણંદનું કલાણા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
સોશિયલ મીડિયા પોસ્ટ અને જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો, 40થી વધુની અટકાયત

કલાણા જૂથ અથડામણ

કલાણા જૂથ અથડામણ
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાનું કલાણા ગામ હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. જૂની અદાવત અને સોશિયલ મીડિયામાં વર્ચસ્વ જમાવવાની બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. પથ્થરમારાની ઘટનાને કારણે ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સોમવાર રાત્રિથી શરૂ થયેલો આ વિવાદ મંગળવારે સવારે ફરી વકરતા સ્થિતિ તણાવપૂર્ણ બની છે.
સામે જોવાની બાબતે શરૂ થયો ઝઘડો :
પોલીસના જણાવ્યા અનુસાર, આ સંઘર્ષની શરૂઆત સોમવારે તળાવના કિનારે થઈ હતી. એક જૂથના યુવકો અને અન્ય પક્ષના છોકરાઓ વચ્ચે એકબીજાની સામે જોવાની નજીવી બાબતે માથાકૂટ થઈ હતી. જોતજોતામાં બંને પક્ષના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટનામાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જોકે કોઈ ગંભીર જાનહાનિના સમાચાર નથી.
પોલીસની કડક કાર્યવાહી અને કોમ્બિંગ :
સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સાણંદ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો ગામમાં ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મંગળવારે સવારે પોલીસે ગામમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરીને અત્યાર સુધીમાં 40 જેટલા શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરી છે.
CCTV અને સોશિયલ મીડિયા પર નજર :
તપાસ દરમિયાન પોલીસે ગામના સીસીટીવી ફૂટેજ અને DVR કબજે કર્યા છે જેથી પથ્થરમારામાં સામેલ અન્ય અજાણ્યા વ્યક્તિઓની ઓળખ કરી શકાય. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લડાઈ અને વર્ચસ્વ જમાવવાની હોડને કારણે આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. હાલમાં ગામમાં જીઆઈડીસી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો છે અને પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!