જૂનાગઢ પોલીસે કીર્તિ પટેલને રાજસ્થાનથી ધરપકડ કરી
7 દિવસમાં 3 ફરિયાદ, ખંડણી-ધમકી-આત્મહત્યા પ્રયાસના આરોપ, હવે કાયદાનો ગાળો કસાશે

કીર્તિ પટેલ

કીર્તિ પટેલ
વિવાદોનું બીજું નામ બનેલી યુટ્યુબર કીર્તિ પટેલને જૂનાગઢ પોલીસે રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. તેને ગુજરાત લાવવામાં આવી રહી છે અને હવે તેની સામે કાયદાનો ગાળો બરાબર કસાશે. છેલ્લા 7 દિવસમાં જૂનાગઢમાં તેની સામે ત્રણ અલગ-અલગ ગંભીર ફરિયાદો નોંધાઈ છે, જેમાં ખંડણી, ધમકી, શાંતિ ભંગ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને આત્મહત્યા પ્રયાસના કેસનો સમાવેશ થાય છે. આ ઘટનાઓએ જૂનાગઢ સહિત ગુજરાતમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું તાપમાન વધારી દીધું છે.
સમગ્ર વિવાદનું મૂળ મહાશિવરાત્રિ મેળા દરમિયાન મૃગીકુંડમાં કીર્તિ પટેલ દ્વારા સાધુના વેશમાં શાહી સ્નાન કરવાની ઘટનામાંથી શરૂ થયું હતું. આ ઘટના બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર સાધુ-સંતો અને સનાતન ધર્મ વિરુદ્ધ વાંધાજનક વીડિયો અપલોડ કર્યા, જેનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી. જૂનાગઢના યુટ્યુબર અબજલ સીડા (જિદ્દી બોય - ZIDI_boy_4848)એ આ વિરોધમાં વીડિયો અપલોડ કર્યા, જેના કારણે કીર્તિ પટેલના વ્યૂઅર્સ અને ફોલોઅર્સમાં મોટો ઘટાડો થયો.
16 ફેબ્રુઆરીએ શિવરાત્રિ મેળામાં મહિલા પીઆઈ કે.જે. મોડ (જૂનાગઢ રેન્જ કચેરી)એ કીર્તિ પટેલ સામે ધમકી, શાંતિ ભંગ અને ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી. 18 ફેબ્રુઆરીએ ભાલકાતીર્થ નજીક નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન બાપુએ સદીઓ જૂની ધાર્મિક પરંપરાનો ભંગ અને મૃગીકુંડની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ કરી. 21 ફેબ્રુઆરીએ અબજલ સીડાએ કીર્તિ પટેલ અને તેની ટોળકી (દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ રાણાભાઈ ચાવડા, વિરમ ચોથાભાઈ મેવાડા) વિરુદ્ધ ખંડણી અને ધમકીની ફરિયાદ નોંધાવી.
અબજલના જણાવ્યા અનુસાર, કીર્તિ પટેલે તેને ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ પર કોલ કરીને 20 લાખ રૂપિયાની ખંડણી માંગી અને ખોટા બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી. કોન્ફરન્સ કોલમાં દિવ્યા સાવલાણી, જશપાલસિંહ અને અન્યોએ ગંદી ગાળો આપી અને "અમે તારા ઘરે આવીએ છીએ" જેવી ધમકીઓ આપી. ડરના માર્યા અબજલે બે વખત ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો અને 108 એમ્બ્યુલન્સ દ્વારા જેતપુર હોસ્પિટલમાં ખસેડાયો.
આ ઘટના બાદ દિવ્યા સાવલાણીએ પણ ફિનાઈલ પીને આત્મહત્યા પ્રયાસ કર્યો અને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કર્યો. તેણે કહ્યું કે "જિદ્દી બોયે મને માનસિક ટોર્ચર કર્યું છે, મારા પર ગુનો નોંધાયો છે તો કયા આધારે? હું મરી જાઉં તો યાદ રાખજો." દિવ્યાએ કહ્યું કે આ બધું કીર્તિ પટેલને રોકવા માટેનું કાવતરું છે અને તેને સિંધી હોવાના કારણે ખંડણીની જરૂર નથી.
પોલીસે મોબાઈલ લોકેશન, વ્હોટ્સએપ કોલ રેકોર્ડિંગ અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. કીર્તિ પટેલને રાજસ્થાનમાંથી ઝડપી ગુજરાત લાવવામાં આવી રહી છે. જૂનાગઢ પોલીસે ત્રણેય ફરિયાદોમાં તપાસ ઝડપી બનાવી છે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ખોટી પ્રસિદ્ધિ, ખંડણી અને માનસિક ટોર્ચરના મુદ્દાઓને ફરી ઉજાગર કર્યા છે. જૂનાગઢમાં લોકોમાં રોષ અને ચિંતાનો માહોલ છે. તપાસ આગળ વધી રહી છે અને વધુ ખુલાસા થવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!