Jamnagar માં ખાખી લાંચિયા, PSI અને કોન્સ્ટેબલ ₹1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, બે ફરાર!
આ કિસ્સાએ પોલીસ દળમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે અને પ્રજાના રક્ષકો જ ભક્ષક બન્યા હોવાનું સામે આવ્યું...

કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા!

કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા!
પ્રજાના રક્ષક ગણાતી પોલીસ જ જ્યારે ભક્ષક બની જાય ત્યારે કાયદો અને વ્યવસ્થા પરનો વિશ્વાસ ડગી જાય છે. જામનગરમાં આવી જ એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ₹1 લાખની લાંચ લેતા એક પોલીસ કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડ્યો છે. આ કિસ્સામાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને અન્ય એક કોન્સ્ટેબલ પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે અને તેઓ ફરાર થઈ ગયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી વિરુદ્ધ અગાઉ ચીટિંગ બાબતે અરજી કરવામાં આવી હતી. આ અરજી અંગે ફરી કોઈ અરજી આવે તો તેની જાણ કરવા અને ફરિયાદીને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન કરવાના બદલામાં પોલીસકર્મીઓએ લાંચની માંગણી કરી હતી. જામનગરના પંચાયત કાફે રેસ્ટોરન્ટની બાજુમાં ACB દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકામાં પોલીસ કોન્સ્ટેબલ ધરમ મોરી PSI વતી ₹1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.
આ પણ વાંચો : AMC ની ઘોર બેદરકારી, જળકુંભીમાં ફસાઈ જગન્નાથજીની જળયાત્રા, મેયર સહિતને જવાનોનો સહારો લેવો પડ્યો...
આ ઘટના બાદ PSI આર. ડી. ગોહિલ અને કોન્સ્ટેબલ રવિ શર્મા ફરાર થઈ ગયા હતા. ACB એ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર પોલીસ દળમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી રહી છે. પ્રજાની સુરક્ષા અને ન્યાય માટે જવાબદાર ખાખી વર્દીવાળા જ જ્યારે પૈસા માટે પોતાના ફરજ અને ઈમાનદારી વેચી દે, ત્યારે તે અત્યંત ચિંતાજનક બાબત છે. આ ભ્રષ્ટ પોલીસકર્મીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ જેથી આવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય અને પોલીસ દળ પર પ્રજાનો વિશ્વાસ પુનઃસ્થાપિત થાય.
આ પણ વાંચો : વટવા GIDCમાં વેપારી પર જાહેરમાં કરાયો હુમલો, 8 આરોપીઓ ઝડપાયા, 1 ફરાર
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.