રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે તપાસ તેજ
ગણેશ ગોંડલ સહિત 13 શખ્સો સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ સમક્ષ થયા હાજર, પોલીસે નિવેદન લીધા

હાઈકોર્ટે રાજકુમાર જાટ કેસની સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ અને ધ્રાંગધ્રા DySPને સોંપી છે તપાસ

હાઈકોર્ટે રાજકુમાર જાટ કેસની સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ અને ધ્રાંગધ્રા DySPને સોંપી છે તપાસ
મૂળ રાજસ્થાનના અને ગોંડલમાં રહેતાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે તપાસ તેજ બની છે. ગુજરાત હાઈકોર્ટે આ કેસની ત્રણ અલગ-અલગ ફરિયાદોની તપાસ સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ અને ધ્રાંગધ્રા DySP જે.ડી.પુરોહિતને સોંપી છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિતના શખ્સો સામે હત્યાનો આરોપ છે. તેથી ગણેશ ગોંડલ સહિત 13 શખ્સો સુરેન્દ્રનગર એસપી સમક્ષ તપાસ માટે હાજર કરવામાં આવ્યા હતા.
ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ અને ધ્રાંગધ્રા DySP જે.ડી.પુરોહિત તમામ શંકાસ્પદ વ્યક્તિઓના નિવેદનો લઈ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે 10 ડિસેમ્બર સુધીમાં કેસની તપાસ પૂર્ણ કરીને વિગતવાર રિપોર્ટ સુપરત કરવા આદેશ કર્યો છે.
સુરેન્દ્રનગર એસપી કચેરી ખાતે ગણેશ ગોંડલ સહિત તમામ વ્યક્તિઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનું સત્ય બહાર લાવવા પોલીસ પુરાવાઓની ચકાસણી કરી રહી છે. કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી પોલીસ હાલમાં ઝીણવટભરી તપાસ કરી રહી છે.
રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે પરિવારજનોએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત 11 શખ્સોની સંડોવણીના આક્ષેપ કર્યા છે. રાજકોટ પોલીસની તપાસથી નારાજ પરિવારજનોએ ગુજરાત હાઈકોર્ટમાં ધા નાખી હતી. તેથી હાઈકોર્ટ કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને ધાંગધ્રા DySP જે.ડી. પુરોહિતને સોંપી હતી.
સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુઅ જણાવ્યું કે, રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે ગણેશ ગોંડલ સહિત તમામ શંકાસ્પદ વ્યક્તિઓને પૂછપરછ માટે બોલાવાયા છે. તેમના નિવેદનો લેવામાં આવ્યા છે. ગોંડલ બી ડિવિઝનમાં રાજકુમાર જાટના ગુમ થવા અંગે ફરિયાદ અને બાદમાં એનસી ગુનો નોંધાયો હતો. જ્યારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ મોત મામલે અલગ ગુનો નોંધાયો છે. આ કેસની તપાસ કરીને ગુજરાત હાઈકોર્ટમાં 10 ડિસેમ્બર સુધીમાં રિપોર્ટ સબમિટ કરવાનો છે.
હાઈકોર્ટે શા માટે સુરેન્દ્રનગર SPને સોંપી તપાસ?
રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે રાજકુમારનું મોત અકસ્માતે નહીં, પરંતુ હત્યા થઈ છે. હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહ અને તેનો પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે. પરંતુ કુવાડવા પોલીસ તેને બચાવી રહી છે. તેથી કેસની તપાસ CBI ને સોંપવા તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. રાજકોટ પોલીસ દ્વારા પક્ષપાતી તપાસ કરવામાં આવી હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. રાજ્યમાં કોઈપણ અધિકારીને તપાસ આપવા કોઈ વાંધો નહી હોવાનું જણાવતાં હાઈકોર્ટે સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુને સોંપીને તપાસમાં મદદ માટે ધ્રાંગધ્રા DySP જે.ડી.પુરોહિતને જોડ્યા હતા.
પ્રેમસુખ ડેલુની તપાસ ટીમ 2 માર્ચ, 2025 થી 15 માર્ચ 2025 ની ઘટનાઓની તપાસ કરશે. જેમાં ગુમ થયાની ફરિયાદ, અકસ્માત, NC ફરિયાદ, મૃતદેહ વગેરેની તપાસ થશે. તપાસ રાજકુમાર જાટના મૃત્યુની સ્વતંત્ર તપાસ કરશે. રાજકુમાર જાટની હત્યા થઈ હતી કે અકસ્માતે મોત, તેને આત્મહત્યા કરી હતી કે કુદરતી મોત તે કારણ સહિત જણાવશે. ત્રણેય અરજી નવી તપાસ ટીમને ટ્રાન્સફર થશે. આ તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે હાઇકોર્ટ સમક્ષ મૂકાશે. જ્યારે વધુ સુનાવણી 15 ડિસેમ્બરે થશે.
શું હતો સમગ્ર મામલો?
મૂળ રાજસ્થાનના અને ગોંડલમાં શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચ 2025ના રોજ ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. 5 માર્ચના રોજ તેના પિતાએ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી આપી રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પર અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી.
રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મોત નહીં, પણ હત્યા થઈ છે. હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે. પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે. તેથી ફરિયાદની વધુ તપાસ CBIને સોંપવા હાઇકોર્ટમાં અરજી કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!