બનાસકાંઠામાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ
વડગામ પંથકના બાળક અપહરણ કેસની તપાસમાં ચાર રાજ્યોમાં બાળકોને વેચતી ગેંગનો ભંડાફોડ

બાળ તસ્કરી રેકેટમાં પકડાયેલા આરોપીઓ

બાળ તસ્કરી રેકેટમાં પકડાયેલા આરોપીઓ
બનાસકાંઠાના વડગામ પંથકમાં થયેલા બાળક અપહરણ કેસની તપાસ દરમિયાન પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરીની મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસની સંયુક્ત કામગીરીમાં મુખ્ય સૂત્રધાર મુરુગન સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે ગુજરાત સહિત ચાર અલગ અલગ રાજ્યોમાં નવજાત બાળકોનું ગેરકાયદે વેચાણ કર્યું હતું.
6 એપ્રિલના રોજ વડગામના ધનપુરામાંથી એક બાળકના અપહરણની ઘટના બાદ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં મુંબઈ-વડોદરા હાઈવે પરથી સગીર એજન્ટ ઝડપાયો હતો. તેની પૂછપરછ દરમિયાન ગેંગના મુખ્ય દલાલ મુરુગનનું નામ બહાર આવ્યું. જેને તેલંગાણાના કાગઝનગરમાંથી ઝડપી પાડવામાં આવ્યો. બાદમાં તેના સાથીદારો કાસરપ્પુ તિરુપતિ અને કેલેટી ગંગાધરને ઝડપી ધરપકડ કરવામાં આવી.
તપાસ દરમિયાન ખુલ્યું કે, આ ગેંગ શરૂઆતમાં IVF સેન્ટરો સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં સંકળાયેલ હતી. પરંતુ વધુ નફાની લાલચમાં તેઓ બાળ તસ્કરીના ગુનામાં પ્રવેશી ગયા. ગરીબ પરિવારો પાસેથી બાળકો મેળવી તેઓ નિસંતાન દંપતિ અથવા અન્ય એજન્ટોને ઊંચી કિંમતે વેચાણ કરતા હતા.
પોલીસે સગીર એજન્ટ પાસેથી બાળક વેચાણની રોકડ 1.5 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. આ રેકેટમાં હૈદરાબાદની શિવારાણી અને મુંબઈના રોહિદાસ સહિત અન્ય 4 થી 5 શખસોની સંડોવણી પણ સામે આવી છે. જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. બનાસકાંઠાના અન્ય એક કેસમાં દાંતા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
શું હતો સમગ્ર મામલો?
6 એપ્રિલના રોજ વડગામ તાલુકાના જલોત્રા પાસેથી 4 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. તપાસમાં નવજાત બાળકોની તસ્કરીમાં સાબરકાંઠાના કવિતા પ્રતાપસિંહ જાદવ તેમજ અન્ય રાજ્ય બહારના એજન્ટોના નામો ખુલ્યા હતા. બાળકને હૈદરાબાદમાં વેચવા માટે અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પાલનપુર LCB ટીમે તપાસ હાથ ધરી હતી. સૌપ્રથમ મુંબઈ-વડોદરા હાઈવે પરથી એક સગીર એજન્ટ સહિતના આરોપીઓને ઝડપી લીધા હતા. સગીરની માતા પણ અગાઉ બાળ તસ્કરીના ગુનામાં આંધ્રપ્રદેશની જેલમાં હોવાનું સામે આવ્યું છે. આરોપીઓની પૂછપરછમાં મુખ્ય દલાલ મુરુગનનું નામ ખુલતા વડગામ પોલીસે તેલંગાણાના કાગઝનગરથી તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેના અન્ય 2 સાગરીતો કાસરપ્પુ તિરુપતિ અને કેલેટી ગંગાધરને પણ દબોચી લેવામાં આવ્યા હતા.
8 બાળકોનું વેચાણ કરવામાં આવ્યું
બનાસકાંઠા પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ બાળ તસ્કરી ગેંગે અત્યાર સુધીમાં 4 રાજ્યોના બાળકોનું વેચાણ કર્યું છે. જેમાં બનાસકાંઠાના દાંતા અને વડગામના બે બાળકો, તેલંગાણાના હૈદરાબાદના ત્રણ બાળકો, મહારાષ્ટ્રના મુંબઈના બે બાળકો અને દિલ્હીના એક બાળકનું વેચાણ કર્યુ છે.
ગરીબ પરિવારોને ટાર્ગેટ કરતાં હતાં
રાજસ્થાનના સૂજારામ રાણારામ ભીલ પરિવાર સાથે વડગામના ધનપૂરા ગામે છાપરું બાંધીને ભિક્ષાવૃત્તિ કરે છે. તેમનો પુત્ર દેવ બપોરના સમયે રોડ રમતો હતો. તે સમયે તેને પૈસા આપવાની લાલચ આપીને વડગામના મેપડા ગામના ખેતરમાં રહેતા દાંતાના વાઘોર (કાંસા) ગામનો શૈલેષ લાડુભાઈ લક્ષ્મણભાઈ ગમાર નામનો શખ્સ ગાડીમાં અપહરણ કરી લઈ ગયો હતો. આ શખ્સ અપહૃત કિશોરનું વેચાણ કરે તે પહેલા તેને બાળ તસ્કરીમાં સંડોવાયેલા એક કિશોર સહિત ત્રણને ઝડપી પાડવામાં આવ્યા હતા.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો