વડોદરામાં ફરી લવ જેહાદ, મોહસીન બન્યો મનોજ અને...
મોહસીન નામના શખ્સે મનોજ સોની નામ ધારણ કરીને હિન્દુ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી

મોહસીન નામના શખ્સે મનોજ સોની નામ ધારણ કરીને હિન્દુ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી

મોહસીન નામના શખ્સે મનોજ સોની નામ ધારણ કરીને હિન્દુ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી
વડોદરામાં ફરી એક વાર લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જ્યાં મોહસીન નામના શખ્સે મનોજ સોની નામ ધારણ કરીને હિન્દુ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ ભાંડો ફૂટી જતાં તેણે મહિલા અને તેના સંતાનોને ધર્મ પરિવર્તન કરવા માટે ધમકાવ્યા હતા. આ મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે મોહસીન ઐયુબખાન પઠાણની ધરપકડ કરી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વડોદરાના તાંદળજા વિસ્તારમાં સનફાર્મા કંપનીની બાજુમાં નૂરજહાં પાર્ક સોસાયટીમાં રહેતા મોહસિન અયુબખાન પઠાણે પોતાની ઓળખાણ મનોજ સોની તરીકે આપીને બાપોદ વિસ્તારમાં રહેતી 33 વર્ષની અને બે સંતાનોની માતાને પ્રેમ જાળમાં ફસાવી હતી. મોહસીને પરિણીતાને ફસાવવા માટે હિન્દુ નામ ધારણ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયા બાદ મોહસીને પોતાનું પોત પ્રકાશ્યું હતું અને તેણે આ મહિલા અને તેના બે સંતાનોને ધર્મ પરિવર્તન માટે ધમકી આપી હતી.
મુસ્લિમ હોવા છતાં હિન્દુ વિધિ મુજબ મોહસિને પરિણીતા સાથે લગ્નનું તરકટ કર્યું હતું. ગત ઉત્તરાયણના રોજ પરિણીતાને મોહસિનની અસલિયતની જાણ થઈ હતી. તેણે આ અંગે મોહસિનનને વાત કરતાં મોહસીને ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ મોહસિને પરિણીતાને અને તેના સંતાનોને ધર્મ પરિવર્તન માટે દબાણ શરૂ કર્યું હતું અને ધમકી આપી હતી કે આ વાત કોઈને કરીશ તો તને કરીશ તો તને જાનથી મારી નાખીશ.
મળેલી જાણકારી મુજબ પરિણીત પ્રેમીકાને પ્રેમજાળમાં ફસાવીને મોહસીને મહિલાના નામે 90 હજારની લોન પણ લીધી હતી અને એક લાખ રોકડા પણ પડાવ્યા હોવાનો આક્ષેપ લગાવાયો છે. પરણિતાએ બાપોદ પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલાની ફરિયાદ બાદ તાંદલજાની નૂરજહાં પાર્ક સોસાયટીમાં રહેતા મોહસીન ની ધરપકડ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!