સુરતમાં મામા સિગ્નલ તોડ઼ીને ભાગ્યા પણ કારની અડફેટે ભાણાનું મોત
લાઈસન્સ ના હોવાથી યુવક પોલીસથી બચવા ભાગ્યો પણ તેની ભૂલ પરિવારને ભારે પડી

સુરતમાં મામા સિગ્નલ તોડ઼ીને ભાગ્યા પણ કારની અડફેટે ભાણાનું મોત

સુરતમાં મામા સિગ્નલ તોડ઼ીને ભાગ્યા પણ કારની અડફેટે ભાણાનું મોત
સુરતમાં ચોંકાવનારો બનાવ બન્યો છે જ્યાં બાઇક સવાર વ્યક્તિ પોલીસથી બચવા માટે ટ્રાફિક સિગ્નલ તોડીને ભાગતાં કાર સાથે અકસ્માત થયો હતો જેમાં બાઇક પર બેઠેલા કિશોરનું મોત થયું હતું. બાઇક ચાલક વ્યક્તિ પાસે લાયસન્સ ના હોવાથી તે ટ્રાફિક સિગ્નલ તોડીને ભાગ્યો હતો અને તેને પોતાનો અંગત સ્વજન ગુમાવવો પડ્યો હતો.
તમામ શહેરોમાં જોવા મળે છે કે ટ્રાફિક પોલીસને જોઇને લોકો નિયમોનો પણ ભંગ કરીને ટ્રાફિક સિગ્નત તોડીને ભાગી જાય છે પણ ક્યારેક આ રીતે પોલીસથી બચવા માટે ભાગવું તે પોતાના જાન માટે જોખમ બને છે તો સાથે સાથે વાહન પર બેઠેલા પોતાના સ્વજનોને પણ ગુમાવવાનો વારો આવે છે.
આવો જ એક ચોંકાવનારો બનાવ સુરતમાં બહાર આવ્યો છે જ્યાં મામા-ભાણા બાઇક પર નિકળ્યા હતા. રસ્તામાં વાય જંકશન પર ટ્રાફિક સિગ્નલ આવ્યું અને ત્યાં ટ્રાફિક પોલીસ હાજર હતી. બાઇક પર બેઠેલા યુવક પાસે લાઈસન્સ ન હતું જેથી તેને લાગ્યું કે પોલીસ તેને પકડશે અને તે બીક રાખી તે ટ્રાફિક સિગ્નલ તોડીને ભાગ્યો હતો.
જો કે યુવકની આ ભૂલ તેને જ ભારે પડી હતી. જેવો તે ભાગ્યો કે તેને પાછળથી આવી રહેલી કારના ચાલકે અડફેટે લઇ લીધો હતો જેથી યુવકની બાઇક પર બેઠેલો કિશોર નીચે પટકાયો હતો અને તેને ગંભીર ઇજા થતાં તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ મામલે ઉમરા પોલીસે તપાસ શરુ કરી છે.
આ કિસ્સો લાલબત્તી સમાન છે. તમારી પાસે લાયન્સ સહિતના કોઇ જ દસ્તાવેજ ના હોય તો પણ તમારે પોલીસથી બચવા આ રીતે ભાગવું ખતરનાક સાબિત થઇ શકે છે. તમારી પાસે યોગ્ય દસ્તાવેજ ના હોય તો પોલીસ તમારી પાસેથી પેનલ્ટી લઇ શકે છે પણ પેનલ્ટી બચાવવા માટે તમારે જાનને જોખમમાં ના મુકવો જોઇએ. પોલીસથી ડરવાની બિલકુલ જરુર નથી. પોલીસ કાયદાકીય રીતે તમારી સામે પગલાં લેશે પણ આ ભૂલ તમને જ ભારી પડી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!