સુરતમાં દિકરો બન્યો બેરહેમ...પરિવારને જ માર્યા ચાકૂના ઘા
યુવકે માતા-પિતા, પત્ની અને પુત્રને ચાકૂના ઘા માી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

સુરતમાં બેરહમ દિકરાએ જ પરિવારને માર્યા ચાકૂના ઘા

સુરતમાં બેરહમ દિકરાએ જ પરિવારને માર્યા ચાકૂના ઘા
સુરતમાં સરથાણા વિસ્તારમાં શુક્રવારે સવારે ચોંકાવાનારો બનાવ બન્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં સ્મિત જીયાણી નામના શખ્સે ઉશ્કેરાઇ જઇને પોતાના માતા પિતા અને પત્ની તથા બાળકને ચાકૂના ઘા માર્યા હતાઅને ત્યાર બાદ પોતાને જ ગળાના ભાગે ચાકૂ મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને ઘાયલોને સારવારમાટે હોસ્પિટલમાં ખસેડ્યા છે. મળેલી માહિતી મજબ આ ઘટનામાં યુવકની પત્ની અને બાળકનું મોત થયું છે જ્યારે યુવક અને તેા માતા પિતાની સારવાર ચાલી રહી છે.
પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે પરિવારમાં આંતરિક કલહ થવાના કારણે આ બનાવ બન્યો છે. અંદરો અંદર કલહ અને મન દુખ થયેલું હોવાથી પરિવારમાં અશાંતિ હતી અને જેના કારણે ઉશ્કેરાયેલા સ્મિતે આ ઘટનાને અંજામ આપ્યો છે. જીયાણી પરિવાર મુળ સાવરકુંડલાનો હોવાનું જાણવા મળે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!