અમદાવાદ : કૃર પિતાએ પોતાના જ પુત્રને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી કરી હત્યા
પોલીસની ગિરફ્તમાં રહેલા પિતાએ જે કારણ આપ્યું તે જાણીને તમે પણ ચોંકી જશો

પોલીસની ગિરફ્તમાં રહેલા પિતાએ જે કારણ આપ્યું તે જાણીને તમે પણ ચોંકી જશો

પોલીસની ગિરફ્તમાં રહેલા પિતાએ જે કારણ આપ્યું તે જાણીને તમે પણ ચોંકી જશો
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સમાજને ચોંકાવી દે તેવી ઘટના બની છે. બાપુનગરમાં પિતાએ પોતાના જ લોહી એવા 10 વર્ષના બાળકની હત્યા કરી હતી.કૃર પિતાએ પુત્રને 10 વર્ષના બાળકને સોડિયમ નાઈટ્રાઈટ પાણીમાં પીવડાવીને હત્યા કરી હતી. પિતાએ પોતાના જ ઓમ નામના બાળકને 30 ગ્રામ સોડિયમ નાઈટ્રાઈટ પીવડાવ્યું હતું. મામલાની તપાસ કરી રહેલી પોલીસે આરોપી પિતા કલ્પેશ ગોહેલની ધપકડ કરી તપાસ શરુ કરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમદાવાદના બાપુનગર સ્થિતનર્મદા આવાસમાં આ ધ્રુજાવી દે તેવી ઘટના બની છે જ્યાં કલ્પેશ ગોહિલ નામના શખ્સે પોતાના જ 10 વર્ષના કુમળા બાળકની હત્યા કરી હતી. કલ્પેશે પુત્ર ઓમને પીવાના પાણીમાં 30 ગ્રામ સોડિયમ નાઇટ્રેટ ભેળવીને પીવડાવી દીધું હતું તેથી તેની અસરથી ઓમનું મોત થયું હતું.
એવું જાણવા મલે છે કે પતિ પત્ની વચ્ચે ખટરાગ થતાં આ ઘટના બની છે તો એવું પણ જાણવા મળે કે આરોપીની પત્ની મહેસાણા ગઇ હતી ત્યારે તેને આત્મહત્યાનો વિચાર આવ્યો હતો અને તેમાં તેણે પુત્રને સોડિયમ નાઇટ્રેટ મિશ્રીત પાણી પીવડાવી દીધું હતું. પોલીસ કહી રહી છે કે બાળક બિમાર રહેતો હોવાથી કંટાળીને પિતાએ પગલું ભર્યું હતું. હત્યા બાદ તે પણ આત્મહત્યા કરવા માગતો હતો પણ તે પોતે આત્મહત્યા કરી શક્યો નહીં. આ મામલે પોલીસે કલ્પેશની ધરપકડ કરીને સાચા કારણની ઉંડી તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!