બાળકીને માર મારવાના ઝઘડામાં પતિએ પત્નીની હત્યા કરી
તાંદલજામાં છ મહિનાની બાળકીને મારવા બાબતે ઝઘડો

વડોદરા પતિ પત્ની હત્યા

વડોદરા પતિ પત્ની હત્યા
વડોદરા: બાળકીને માર મારવાના મામલે પતિએ પત્નીની હત્યા કરી નાખી, આરોપી પતિની ધરપકડ
વડોદરાના તાંદલજા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. છ મહિનાની બાળકીને માર મારવાના મામલે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું અને પતિએ ગુસ્સામાં આવી પત્નીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પતિની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરના તાંદલજાના મહાબલીપુરમ વિસ્તારમાં કાસીમ શબ્બીરભાઈ શેખ તેની પત્ની મિસબા ઉર્ફે આરજુ અને છ મહિનાની બાળકી સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. રવિવારે રાત્રે મિસબા કોઈ કારણોસર બાળકીને માર મારતી હતી, જેને લઈને પતિ કાસીમે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
પત્નીના મહેણાંથી પતિએ ગુમાવ્યો કાબૂ :
પતિ કાસીમે વારંવાર ના પાડવા છતાં પત્ની મિસબાએ બાળકીને માર મારવાનું ચાલુ રાખ્યું હતું. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જેમાં પત્નીએ પતિને મહેણું મારતા કહ્યું કે, "તમે કોઈ કામ કરતા નથી, પૈસા કમાવાની ઓકાત નથી અને મને સલાહ આપો છો."
આ સાંભળીને કાસીમ શેખ ગુસ્સામાં બેકાબૂ બન્યો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે પત્નીના આ શબ્દો અને બાળકીને માર મારવાનું ચાલુ રાખવાથી તેને એટલો ગુસ્સો આવ્યો કે તેણે પત્ની મિસબાનું ગળું દબાવી દીધું.
ઘટનાની જાણ થતાં જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે અને મિસબાના પરિવારજનો પાસે પહોંચ્યો હતો. પોલીસે કાસીમની પૂછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત કરી હતી. મહાબલીપુરમના મકાનમાં પોલીસ પહોંચી ત્યારે મિસબા મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે આરોપી પતિ કાસીમ શેખ સામે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!