સુરત: યુવતીને 20 દિવસ બંધક બનાવી આચર્યું દુષ્કર્મ
રાજસ્થાનની યુવતીને નશીલા ઈન્જેક્શન આપી દુષ્કર્મ આચરનાર 2ની પોલીસે ધરપકડ કરી

આરોપી અમન અને તુષાર

આરોપી અમન અને તુષાર
સુરતમાં રાજસ્થાનના કોટાની 21 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવી તેની પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મુખ્ય આરોપી અમન વર્માએ યુવતીને 1 જાન્યુઆરીના રોજ તેના જન્મદિવસની ઉજવણીના બહાને સુરત બોલાવી હતી, પરંતુ અહીં પહોંચતા જ અમન અને તેના મિત્ર મહંમદ તોહીદુલ ઉર્ફે તુષારે તેને શહેરની જુદી-જુદી હોટલોમાં 20 દિવસ સુધી બંધક બનાવી દીધી હતી. પીડિતાએ આક્ષેપ કર્યો છે કે, આ નરાધમોએ તેને નશીલા ઈન્જેક્શન આપી બેભાન કરી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, એટલું જ નહિ તેની પાસેથી સોનાના દાગીના લૂંટી લઈ તેને માર પણ મારવામાં આવ્યો હતો.
યુવતીને જબરદસ્તી દેહવ્યાપારમાં ધકેલી
આરોપીઓએ યુવતીને જબરદસ્તી દેહવ્યાપારના નરકમાં ધકેલવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આખરે 20 દિવસની નરક જેવી યાતના વેઠ્યા બાદ યુવતી ત્યાંથી છૂટીને રાજસ્થાન પહોંચી હતી અને ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવતા આ કેસ સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. રાંદેર પોલીસ સ્ટેશનના PI આર. જે. ચૌધરીએ આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા બંને આરોપીઓ, અમન ઉર્ફે સાગર વર્મા અને મહંમદ તોહીદુલ ઉર્ફે તુષારની ધરપકડ કરી લીધી છે.
આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની ખાતરી
તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મહંમદ તોહીદુલે યુવતી સમક્ષ પોતાની ઓળખ છુપાવી હતી અને પોતે હિન્દુ હોવાનું જણાવી પોતાનું નામ રોહિત ઉર્ફે તુષાર હોવાનું કહી દુષ્કર્મ આચર્યું હતું. આ બન્ને આરોપીઓ સુરતમાં સાથે રહીને દરજી કામ અને હોટલ વેઈટર તરીકે કામ કરતા હતા. હાલમાં કોર્ટે આ બન્ને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ગંભીર કિસ્સો સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરવાના જોખમો અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કરે છે. પોલીસ દ્વારા પીડિતાને કાઉન્સેલિંગ અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે અને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!