સુરતમાં હની ટ્રેપ: બિલ્ડરને ફસાવી 20 લાખ ખંખેર્યા
ન્યૂડ વીડિયો કોલનું રેકોર્ડિંગ કરી બ્લેકમેલ કરનાર યુવતી સહિત બે ઝડપાયા

સુરત હની ટ્રેપ વીડિયો કોલ

સુરત હની ટ્રેપ વીડિયો કોલ
ઔદ્યોગિક નગરી સુરતમાં હની ટ્રેપની એક ગંભીર ઘટના સામે આવી છે. ન્યૂડ વીડિયો કોલ દ્વારા એક બિલ્ડરને ફસાવ્યા બાદ લાખો રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે એક યુવતી સહિત બે વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે આ ગુનામાં વપરાયેલ ₹20 લાખની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરત શહેરના એક બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવીને આ યુવતી અને તેના ભાગીદારે ₹20 લાખની ખંડણી વસૂલી હતી. બિલ્ડરે આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સુરત ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી હતી અને અભિષેક શેઠીયા તેમજ હેતલ બારૈયાની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, ફરિયાદી બિલ્ડર અને આરોપી યુવતી લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને વાતચીત કરતા હતા. યુવતીએ વાતચીત દરમિયાન ન્યૂડ વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને યુવક પાસેથી શરૂઆતમાં ₹50 લાખની માંગણી કરી હતી, જેમાંથી યુવતીએ ₹20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!