મુંબઇમાં ગુજરાતી અભિનેત્રીના 14 વર્ષના પુત્રનો 51માં માળેથી કૂદીને આપઘાત
અભિનેત્રી પુત્ર સાથે આ ઇમારતના 51મા માળે રહેતી હતી

અભિનેત્રી પુત્ર સાથે આ ઇમારતના 51મા માળે રહેતી હતી

અભિનેત્રી પુત્ર સાથે આ ઇમારતના 51મા માળે રહેતી હતી
કાંદિવલી પશ્ચિમ વિસ્તારમાં બુધવારની સાંજે એક હ્રદયવિદ્રાવક ઘટના બની છે, જયાં ગુજરાતી ટીવી સિરિયલમાં કામ કરનારી એક જાણીતી અભિનેત્રીના 14 વર્ષના પુત્રે બહુમાળી ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી.
પ્રાથમિક માહિતી અનુસાર, વિદ્યાર્થી નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને ઘટનાના સમયે ટ્યૂશન ક્લાસ જવાની બાબતે માતા સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તે ઘરમાંથી નીકળી ગયો અને થોડા સમય બાદ ઇમારતની ઉંચેના માળ પર જઇને નીચે ઝંપલાવ્યું હતું. પોલીસને પ્રાપ્ત માહિતી મુજબ, ઘટના સંભવતઃ સાંજે છ વાગ્યાના સુમારે બની હતી.
ઘટનાસ્થળે હાજર રહેવાસીઓ અને સિક્યુરિટી કર્મચારીઓએ લોહીલુહાણ હાલતમાં બાળકને શોધીને તરતજ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત મોતનો (ADR) ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. કાંદિવલી પોલીસના જણાવ્યા પ્રમાણે, હાલ સુધી ઘટનામાં કોઇ શંકાસ્પદ માહિતી મળી નથી, છતાં પણ બાળકો પર માનસિક તણાવ કે ઘરની વાતચીતનો કેટલી અસર પડે છે તે તપાસના ભાગરૂપે વિદ્યાર્થીના મિત્રોની તેમજ ટ્યૂશન ક્લાસની પૂછપરછ કરવામાં આવશે.
અભિનેત્રીના છૂટાછેડા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે અને તે પુત્ર સાથે આ ઇમારતના 51મા માળે રહેતી હતી. મૃતક શા માટે ટ્યૂશન ક્લાસ જવા ઇચ્છતો નહોતો, અથવા શું કોઇ અન્ય તણાવના કારણો હતાં, તે મુદ્દે પોલીસે વધુ ઊંડાણથી તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!