દેશના આતંકી કાવતરાનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ
સિદ્ધપુર અને મુંબઈથી બે કટ્ટરપંથી શખ્સો ઝડપાયા, બોમ્બ અને ફંડિંગ પ્લાનનો થયો ખુલાસો

ગુજરાત ATS એ પકડેલાં બંને આરોપીઓની તસવીર

ગુજરાત ATS એ પકડેલાં બંને આરોપીઓની તસવીર
ગુજરાતમાં રાષ્ટ્રીય સુરક્ષાને લઈને મોટા સમાચાર છે. જેમાં ગુજરાત ATSએ કટ્ટરપંથી વિચારો ધરાવતા બે શખ્સોને ઝડપીને ગંભીર આતંકી કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા અને દેશમાં અશાંતિ ફેલાવવાના ઇરાદે આયોજન કરી રહ્યા હતા.
આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી ગઝવા એ હિન્દની સ્થાપના કરવાનું વિચારીને હુમલો કરવાની તૈયારી કરતા હતા. આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય પણ મળી આવ્યા છે. જેની હાલ તપાસ ચાલી રહી છે.
ગુજરાત એટીએસના પીએસઆઈ એ.પી પરમારને બાતમી મળી હતી કે સિદ્ધપુર ખાતે રહેતો ઈરફાન પઠાણ ઈસ્લામી કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે. તેના મળતિયાઓ સાથે મળીને ભારતમાં ગઝવા એ હિન્દની સ્થાપના કરવા હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. આરોપીએ ફંડ ભેગું કરવા અને બોમ્બ બનાવવાની તૈયારી પણ કરી છે. તેથી એટીએસે અલગ અલગ ટીમ બનાવી ઈરફાનની સિદ્ધપુર ખાતેથી ધરપકડ કરી હતી.
ATSને મળેલી બાતમીના આધારે સિદ્ધપુરમાં રહેતા 22 વર્ષીય ઈરફાન પઠાણને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની તપાસ દરમિયાન મોબાઇલમાંથી વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર શંકાસ્પદ ગૃપ અને ચેટ્સ મળી આવી હતી. જેમાં કટ્ટરપંથી વિચારધારાનું પ્રસાર અને દેશ વિરુદ્ધ યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી.

આરોપી દ્વારા ફંડ એકત્રિત કરવાનો પ્રયાસ અને વિસ્ફોટક બનાવવાની તૈયારી અંગે મહત્વની વિગતો સામે આવી છે. તે અન્ય રાજ્યોમાં સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે સંપર્કમાં હતો અને તેમને એક પ્લેટફોર્મ પર જોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

ઈરફાનની તપાસ કરતાં મોબાઈલ ફોનમાંથી વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ મારફતે ISIS તથા અન્ય વિવિધ કટ્ટર ઈસ્લામિક માનસિકતા ધરાવતા લોકોના ગૃપ સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. ઈરફાને તેના મળતિયાઓ સાથે મળીને દેશમાં ગઝવા એ હિન્દ સ્થાપિત કરવા માટે રાજકીય નેતાઓ, RSS સાથે સંકળાયેલા લોકોને મારવા અને શરિયત લાગુ કરવા માટે વિવિધ રાજ્યોમાં સમાન ઈસ્લામિક વિચારધારા ધરાવતા લોકોને એક સાથે જોડી RDX બોમ્બ અને અન્ય પ્રકારના બોમ્બ બનાવવાની ટ્રેનિંગ કેવી રીતે આપવી, કેમ્પમાં મોકલવા, ISIS તથા અન્ય ઓર્ગેનાઈઝેશન સાથે સંપર્ક બનાવી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન હથિયારોનું સ્મગલિંગ કરવું અને ફંડ ભેગું કરવાનું પ્લાનિંગ કર્યું હતું.
ઈરફાન સામે ગુનો નોધી તપાસ કરવામાં આવી રહી હતી તે દરમિયાન ઈરફાન સાથે મુંબઈનો મૂર્શિદ પણ જોડાયેલો હોવાનું સામે આવ્યું હતું. એટીએસએ મુર્શિદ શેખની મુંબઈથી ધરપકડ કરી તપાસ કરતા મોબાઈલમાંથી કટ્ટરપંથી સાહિત્ય મળી આવ્યું હતું. આ ઉપરાંત દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પ્લાનિંગની ચેટ પણ મળી આવી હતી. બંને આરોપીઓની ધરપકડ કરી 11 દિવસના રિમાન્ડ મેળવી એટીએસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો