ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને ભારત લવાયો
અમેરિકાએ અનમોલ બિશ્નોઈનું ભારતને પ્રત્યાર્પણ કર્યુ, NIAએ ₹10 લાખનું ઈનામ જાહેર કર્યુ હતું

અનમોલ બિશ્નોઈની ફાઈલ તસવીર

અનમોલ બિશ્નોઈની ફાઈલ તસવીર
અમેરિકાએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈનું ભારતને પ્રત્યાર્પણ કર્યું છે. બિશ્નોઈ સિદ્ધુ મૂસેવાલા અને બાબા સિદ્દીકીની હત્યા તેમજ સલમાનખાનના ઘરે ગોળીબાર કરવા મામલે મુખ્ય કાવતરું ઘડનાર છે. અમેરિકામાં તેની આશ્રય અરજી નામંજૂર થયા બાદ તેને ભારત મોકલવામાં આવ્યો છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને ઈમેલ દ્વારા જાણ કરી છે. ઝીશાન સિદ્દીકીએ ઈમેલનો સ્ક્રીનશોટ શેર કરીને જણાવ્યું કે, 18 નવેમ્બર, 2025ના રોજ અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ભારત મોકલ્યો છે.
અનમોલ બિશ્નોઈ અનેક ગુનાઓમાં વોન્ટેડ છે. અનમોલ બિશ્નોઈ પર ઓક્ટોબર 2024માં બાબા સિદ્દીકીની હત્યામાં સંડોવણીનો આરોપ છે. તેના પર મે-2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સંડોવણીનો આરોપ છે. એપ્રિલ-2024માં બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના મુંબઈના ઘરની બહાર થયેલા ગોળીબારના સંદર્ભમાં તે વોન્ટેડ હતો.
ગત વર્ષે નવેમ્બરમાં અનમોલ બિશ્નોઈની અમેરિકાના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અનમોલ બિશ્નોઈની યુએસમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. ભારતે તેની ધરપકડના થોડા દિવસો પછી પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી હતી. મહારાષ્ટ્રની એક કોર્ટે અનમોલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ વૈશ્વિક કાયદા અમલીકરણ એજન્સી, ઇન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી.
અનમોલ બિશ્નોઈનો રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની 'મોસ્ટ વોન્ટેડ' યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેની ધરપકડ માટે ₹10 લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેની સામે 18 કેસ નોંધાયેલા છે. તેના પર મૂસેવાલાના હત્યારાઓને શસ્ત્રો અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવાનો આરોપ છે.
અનમોલ બિશ્નોઈ સાથે 197 ગેરકાયદે ઈમિગ્રન્ટને પણ ડિપોર્ટ કરાયા
ગેંગસ્ટર બિશ્નોઈના ભાઈ અને ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ભારત લાવવામાં આવી રહ્યો છે. સૂત્રોએ ખુલાસો કર્યો છે કે કુખ્યાત ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈની સાથે 200 લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે. જેમાં અનમોલ બિશ્નોઈ અને પંજાબના બે અન્ય વોન્ટેડ શખ્સોનો સમાવેશ થાય છે. બાકીના 197 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ છે. આ વ્યક્તિઓને લઈને ફ્લાઇટ 19 નવેમ્બરે IGI એરપોર્ટ પર પહોંચશે. 200 ગેરકાયદે ઈમિગ્રન્ટસ સાથેનું વિમાન અમેરિકાથી રવાના થઈ ચૂક્યું છે.
અનમોલને અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવ્યો
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને અમેરિકાથી હાંકી કાઢવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેને અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય એજન્સીઓ અને દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ માટે આ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ દેશભરના અનેક રાજ્યોમાં અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે.
અનમોલને ભારત લાવવો લોરેન્સ માટે મોટો ફટકો
અનમોલ બિશ્નોઈ પંજાબી ગાયક કરણ ઔજલા સાથે વિદેશમાં એક નાઇટ પાર્ટીમાં પણ જોવા મળ્યો હતો. 2024માં તેને યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, ત્યારથી અનમોલ યુએસ પોલીસ અને એજન્સીઓની કસ્ટડીમાં છે. બિશ્નોઈને ભારત મોકલવાનું ખૂબ જ મહત્વ છે. કારણ કે તે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. જે હાલમાં ગુજરાતની સાબરમતી જેલમાં કેદ છે. અનમોલ લોરેન્સની ગેંગના દરેક ઓપરેશન માટે જવાબદાર હતો. તેનું ભારત પરત ફરવું લોરેન્સ માટે મોટો ફટકો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!