ગેંગસ્ટરનો જેલમાં ઉપવાસ અને મૌન વ્રત, હવે કોણ ટાર્ગેટ ?
લોરેન્સે મૌન વ્રત રાખ્યું હોય અને તેના 9 દિવસમાં દેશમાં મોટો કાંડ થઇ જાય

લોરેન્સે મૌન વ્રત રાખ્યું હોય અને તેના 9 દિવસમાં દેશમાં મોટો કાંડ થઇ જાય

લોરેન્સે મૌન વ્રત રાખ્યું હોય અને તેના 9 દિવસમાં દેશમાં મોટો કાંડ થઇ જાય
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ ફરી એક વાર મૌન વ્રત શરુ કર્યું છે. આગામી 12 ફેબ્રુઆરીએ લોરેન્સનો જન્મદિન છે અને તેણે ફરી એક વાર મૌન વ્રત શરુ કર્યું છે. એવું ઘણી વાર બન્યું છે કે લોરેન્સે જ્યારે મૌન વ્રત શરુ કર્યું છે ત્યાર બાદ ઘણી ચોંકાવનારી ઘટનાઓ બની છે અને તેથી આ વખતના લોરેન્સના ઉપવાસથી ફરી એક વાર નવાજૂનીના ભણકારા વાગી રહ્યા છે.
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ હોલ સાબરમતી જેલમાં છે. 1993માં જન્મેલા લોરેન્સે દેશ વિદેશમાં પોતાની ધાક ઉભી કરી છે. સલમાનખાનને જાનથી મારી નાખવાની ધમકી હોય કે પછી પંજાબી ગાયક સિદ્ધુમુસેવાલાની હત્યા કે પછી એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા...આ બધા બનાવોમાં લોરેન્સની વ્યાપક ચર્ચા થઇ હતી. તેણે દેશ અને વિદેશમાં અનેક કાંડ કરેલા છે અને તેથી મોસ્ટ ક્રિમીનલ્સ બની ચૂક્યો છે. હાલ તે સાબરમતી જેલમાં છે
જો કે હાલ જે સમાચાર ચર્ચાઇ રહ્યા છે તે મુજબ લોરેન્સે મૌન વ્રત ધારણ કરી દીધું છે અને તેથી જેલમાં પણ ખળભળાટ મચી ગયો છે કારણ કે એવું ચર્ચાઇ રહ્યું છે કે જ્યારે જ્યારે લોરેન્સે મૌન વ્રત કે ઉપવાસ રાખ્યો છે ત્યાર બાદ ચોંકાવનારી ઘટનાઓ બની છે. અમુક વાર તો એવુ બનેલું છે કે લોરેન્સે મૌન વ્રત રાખ્યું હોય અને તેના 9 દિવસમાં દેશમાં મોટો કાંડ થઇ જાય છે. આવું જોગાનુંજોગ છે કે પછી તેની પાછળ કોઇ રહસ્ય છે તે તો લોરેન્સ જ કહી શકે છે. મૌન વ્રત અને ઉપવાસ દરમિયાન લોરેન્સ બિશ્નોઇ બ્રહ્મચર્ય પાળે છે અને તે દરમિયાન સંપૂર્ણપણે ધાર્મિક પુસ્તકો જ વાંચે છે
ચર્ચાતી માહિતી મુજબ જેલમાં બંધ લોરેન્સ 13 ફેબ્રુઆરી સુધી મૌન વ્રત રાખી છે છે કારણ કે 12 ફેબ્રુઆરીએ તેનો જન્મદિન છે. લોરેન્સના મૌન વ્રતથી પોલીસ સહિતની તમામ એજન્સીઓ હાઇએલર્ટ થઇ ગઇ છે. હવે લોરેન્સના નિશાન પર કોણ છે તેની ચર્ચા ચાલી રહી છે. લોરેન્સ હાલ સાબરતમી જેલમાં આઇસોલેશન બેરેકમાં છે અને તેણે ત્યાં 9 દિવસના ઉપવાસ રાખ્યા છે. આ સમય દરમિયાન તે એક શબ્દ પણ બોલતો નથી અને ઇશારાથી વાતચીત કરે છે. મૌન વ્રત અને ઉપવાસ એક સાથે કરે છે અને ધાર્મિક પુસ્તકોનું વાંચન કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!