વાસણા સ્વામિનારાયણ મંદિરને ઠગનાર ગઠીયો ઝડપાયો
દીકરીના મેડિકલ એડમિશનની માનતાની આડમાં મંદિરનો 51 ગ્રામ સોનાનો હાર લઇ ગયો હતો

શૈલેષ ઉધાડ નામના શખ્સની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ, આરોપીનો ગુનાહિત ભૂતકાળ આવ્યો સામે

શૈલેષ ઉધાડ નામના શખ્સની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ, આરોપીનો ગુનાહિત ભૂતકાળ આવ્યો સામે
અમદાવાદના વાસણા સ્વામિનારાયણ મંદિરમાં સોનાનો હાર ચઢાવવાનું કહી ગઠિયો 51 ગ્રામ સોનાનો હાર લઇ ફરાર થઇ ગયો હતો. દીકરીને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળશે તો સોનાનો હાર ચઢાવવાની માનતા રાખી હોવાનું કહી સોનાનો હાર જોવા માટે મંગાવ્યો હતો. સ્વામીને વિશ્વાસમાં લઇ ગઠીયો હાર લઇને પલાયન થઇ ગયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જેતપુર તાલુકાના થાણા ગાલોલ ગામના શૈલેષ ઉધાડની ધરપકડ કરી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. પકડાયેલા શખ્સ સામે રાજ્યના 13 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શૈલેષ ઉધાડ ગામના ગઠીયાને ઝડપી લીધો છે. શૈલેષ ઉધાડે અમદાવાદના વાસણા સ્વામિનારાયણ મંદિરમાંથી 51 ગ્રામ સોનાનો હાર લઈ સ્વામી સાથે છેતરપિંડી કરી હતી. શૈલેષ ઉધાડ પાસેથી સ્વામિનારાયણ મંદિરનો સોનાનો હાર અને બે બુટ્ટી પણ કબજે કરી છે. રૂપિયા 6.47 લાખની કિંમતનો સોનાના હાર અને બુટ્ટી કબજે લઈ ક્રાઈમ બ્રાન્ચે ગઠીયાની પૂછપરછ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં તેણે પોતાનું નામ શૈલેષ છગનભાઈ ઉધાડ રહે. થાણા ગાલોલ, તા. જેતપુર, જિ. રાજકોટ હોવાનું જણાવ્યું હતું. તેની સાથે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના બોરડી સમઢિયાળા ગામનો કલ્પેશ ઉર્ફે ભોડી વ્રજલાલ વોરા હોવાની કબૂલાત કરી હતી. તેથી ક્રાઈમ બ્રાન્ચે કલ્પેશ વોરાને વોન્ડેડ જાહેર કરીને શોધખોળ હાથ ધરી છે.
ગઠીયાનો ગુનાહિત ભૂતકાળ
શૈલેષ ઉધાડની પોલીસે તપાસ કરતાં રાજ્યના અલગ અલગ 13 પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા છે. પોરબંદરમાં અને સુરતમાં 2-2, રાજકોટમાં 4, વડોદરા, કચ્છ, જૂનાગઢ, ભાવનગર અને મહેસાણામાં 1-1 છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.
શું હતો સમગ્ર મામલો?
વાસણા સ્વામિનારાયણ મંદીરના કોઠારી અમરત પટેલે એક શખ્સ સામે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. 20 ડિસેમ્બરના રોજ સાંજે તેમના મોબાઇલ પર અજાણ્યા શખ્સે ફોન કરી કહ્યું હતું કે, મારી દીકરી માટે માનતા રાખેલી છે કે દીકરીને સરકારી મેડીકલ કોલેજમાં એડમિશન મળી જાય તો 51 ગ્રામ સોનાનો હાર ચઢાવીશ. ગઠીયાની દીકરીને ભાવનગર ખાતે એડમિશન મળી જતાં 51 ગ્રામ સોનાનો હાર ચઢાવવો છે જેથી મને હાર બતાવજો તેવી વાત કરી હતી.
ત્યારબાદ ગઠીયાએ કોઠારીને કહ્યું કે અમે સવારના સમયે સુરતથી પાંચ વ્યક્તિઓ આવવાના છીએ. બીજા ત્રણ વ્યક્તિ બાપુનગરથી આવવાના છે. જેથી અમારી રસોઇ બજાવજો. ગઠિયાના કહેવાથી કોઠારીએ સોનાનો હાર મંગાવી રાખ્યો હતો. 21 ડિસેમ્બરના રોજ સવારે ગઠીયાએ ફોન કરીને તેઓ અમદાવાદ આવી ગયા હોવાનું કહેતા કોઠારીએ મંદિરમાં બોલાવ્યા હતા. બે ગઠીયાઓએ સેવા સ્વામીને મળ્યા બાદ પૂજા વિધિમાં બેસાડ્યા હતાં. સ્વામીએ તેમનું નામ પૂછતા ગઠીયાએ નામ પૂછતાં ગોપાલ હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ ગઠીયાએ સોનાના હારનું પેમેન્ટ કરવું હોવાનું કહીને એક્સિસ બેંકનો રૂપિયા 6.51 ચેક જમા કરાવીને રસીદ મેળવી હતી. તેની સાથે તેમની પત્ની પણ આવી હોવાથી સોનાનો હાર પત્નીને બતાવી આવવાનું કહ્યું હતું. આ સમયે સેવા સ્વામી પણ તેમની સાથે હતાં.
ગઠીયાએ સ્વામીને કહ્યું હતું કે, બાપુનગરથી ત્રણ વ્યક્તિઓ આવવાના હતાં. તેમની ગાડીને અકસ્માત થયો છે. અમે ત્યાં જઇને આવીએ છીએ તેમ કહેતા સ્વામી ભગવાનને થાળ ધરાવવાની વિધિમાં રોકાઇ ગયા હતાં. થોડા સમય બાદ બંને ગઠીયાઓ પરત ના આવતા ફરીયાદીએ ફોન કર્યો હતો. પરંતુ ફોન સ્વીચ ઓફ આવતા છેતરપિંડી થઇ હોવાની જાણ થઇ હતી. આ મામલે પોલીસને જાણ કરતા વાસણા પોલીસે ફરીયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!