ગુજરાતમાં ગેંગરેપ: અપરાધીઓનું એન્કાઉન્ટર કરો...!
ગેંગરેપની ઘટનાઓ પર ડભોઈના ધારાસભ્યનો આક્રોશ

અપરાધીઓનું એન્કાઉન્ટર કરો...!

અપરાધીઓનું એન્કાઉન્ટર કરો...!
ગુજરાતમાં વધતી બળાત્કારની ઘટનાઓને પગલે રાજ્યની મહિલાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરાના ભાયાણીની એ ઘટના એ દરેકને હચમચાવી દિધા હતા.જે બાદ ફરી સુરતના બોરસરમાં પણ સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવે છે. આ બન્ને ઘટનાઓમાં સગીરા ગરબે રમી પરત ફરી રહી હતી ત્યારે નરાધમો દ્વારા તકનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચરવામાં આવે છે. પોલીસે આરોપીઓને પકડીને કાર્યવાહી હાથધરી છે. પણ આ વચ્ચે લોકોમાં રોષની જ્વાળાઓ સમેટવાનું નામ નથી લઈ રહી.
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આરોપીઓનું એન્કાઉન્ટર કરવા સુધીની વાત કરી છે. તેમણે કહ્યું કે બાળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે.વડોદરા,સુરત અને કચ્છની ત્રણે ઘટનાના આરોપીઓ પરપ્રાંતિયો છે. આવી ઘટનાઓ ન બને તે માટે જાગૃતી લાવવી જરૂરી સાથે જ પોલીસની ધાક હોવી પણ જરૂરી હોવાનું શૈલેષ મહેતાનું નિવેદન છે.વધુમાં શૈલેષ મહેતાએ કહ્યું કે ગુજરાતમાં પહેલીવાર મહિલાઓમાં ભયનો માહોલ દેખાઈ રહ્યો છે. મહિલાઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ડરી રહી છે.
શૈલેષ મહેતાએ સરકારને વિનંતી કરતા કહ્યું કે પોલીસને પુરે પુરી છુટ આપવી જોઈએ, આવા આરોપીઓનું એન્કાઉન્ટર થવું જોઈએ. જેથી ગુનો કરતા પહેલા અનેકવાર તેના પરિણામ વિશે વિચાર કરે. એ બળાત્કારી હોય, શૈલેષ મહેતાએ કહ્યું કે અત્યાચારી હોય કે પછી જે કોઈ ગુનેગારો હોય તેમને સાફ કરવા જોઈએ તેવું મારૂ અંગત માનવું છે. આ સાથે જ પીડિતાઓને ન્યાય માટે અનોખી વિરોધ કરતા પોસ્ટરો સાથે ગરબા રમી રહેલા લોકોને બિરદાવ્યા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!