નકલી જજનું ગાંધીનગર કનેક્શન: સેક્ટર 24માં ડમી કોર્ટરૂમ અંગે ખુલાસો
હાલમાં ગાંધીનગર નકલી કોર્ટના સ્થળ પર એજ્યુકેશન કલાસ

નકલી જજનું ગાંધીનગર કનેક્શન

નકલી જજનું ગાંધીનગર કનેક્શન
ગાંધીનગર: ગુજરાતમાં નકલી PMO ઓફિસર, નકલી IAS અને નકલી IPSની ધરપકડ બાદ હવે છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં નકલી જજ દ્વારા ચલાવાતી નકલી કોર્ટનો પર્દાફાશ થયો છે. મુખ્ય આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચન અને તેની સાથે સંકળાયેલા તમામ લોકો વિરુદ્ધ IPC કલમ 420, 465, 467, 471 અને 120 (બી) હેઠળ ગુનો દાખલ કરવા સેશન્સ કોર્ટે આદેશ આપ્યો છે. મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચન મોટી આદરજનો રહેવાસી છે.
આ ગઠિયો ગેરકાયદે રીતે ન્યાયિક પ્રબંધો વિના નકલી ટ્રિબ્યુનલ ચલાવી રહ્યો હતો. તે આ નકલી કોર્ટમાં ખોટા દસ્તાવેજો દ્વારા વિવાદિત જમીનના દાવાઓ સેટલ કરી હુકમો પાસ કરતો.જે અંગે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ રીતે, મોરીસે કરોડોની સરકારી જમીન ખાનગી લોકોના નામે કરી દીધી હતી.
અમદાવાદ સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં રજિસ્ટ્રારની ફરિયાદ બાદ પોલીસને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. જેના આધારે મોરીસની ધરપકડ થઈ હતી. આ કાવતરાની ગતિવિધિ ગાંધીનગર સુધી પહોંચી હતી. વર્ષ 2015માં આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અહિં દુકાન ભાડે લીધી હતી...
આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અહીંયા જ મિટિંગ કરતો હતો..આ સાથે જ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અહીંયાથી વકીલ પણ રોકી આપતો હતો. મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન કરોડોની સરકારી મિલકત શોધી ખોટા વ્યક્તિઓ ઉભા કરતો હતો. હાલ ગાંધીનગર નકલી કોર્ટના સ્થળ પર એજ્યુકેશન કલાસ ચાલે છે.જ્યાં મોરીસે સેક્ટર 24માં દુકાન ભાડે રાખીને નકલી કોર્ટ ચલાવી હતી. દુકાન માલિક જીગ્નેશ સોનીએ જણાવ્યું છે કે, “2015થી મોરીસ સેમ્યુઅલને દુકાન ભાડે આપી હતી અને તે નિયમિત ભાડું આપતો હતો.”
જીગ્નેશ સોનીએ પોલીસની તપાસ દરમિયાન નિવેદન આપ્યું છે કે, તેમને આ છેતરપિંડીની કોઈ ખબર ન હતી અને હવે આગળની પોલીસ તપાસમાં તેઓ પૂરો સાથ સહકાર આપશે. મોરીસે નકલી કોર્ટ ચલાવી, નકલી સ્ટાફ અને વકીલો સાથે મળીને અનેક વિવાદિત દાવાઓ સેટલ કર્યા હતા. નકલી આર્બિટ્રેશન ઓર્ડરોને ખોટી રીતે કોર્ટમાં રજૂ કરીને મોરીસે મોટા પ્રમાણમાં છેતરપિંડી કરી છે જેની તપાસ હજી પણ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!