ગાંધીનગર: એરંડાના ખેતરમાંથી 960 ચાઈનીઝ દોરી ઝડપાઈ
માણસાના બિલોદરામાં પોલીસની રેડ: 2.88 લાખનો મુદ્દામાલ જપ્ત

ચાઈનીઝ દોરી રેડ

ચાઈનીઝ દોરી રેડ
ગાંધીનગર: માણસાના ખેતરમાં એરંડાની આડમાં ચાલતું ચાઈનીઝ દોરીનું વેચાણ ઝડપાયું
ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ ગુજરાતમાં જીવલેણ ચાઈનીઝ દોરીનું ગેરકાયદે વેચાણ વધી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટના કડક વલણ અને પોલીસની સતત વોચ વચ્ચે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાંથી મોટા પાયે પ્રતિબંધિત દોરીનો જથ્થો પકડાયો છે. માણસા પોલીસને મળેલી બાતમીના આધારે બિલોદરા ગામમાં દરોડો પાડીને લાખોની કિંમતની ચાઈનીઝ દોરી જપ્ત કરવામાં આવી છે.
ખેતરમાં સંતાડ્યો હતો જથ્થો :
બિલોદરા ગામના દલપુજી ઠાકોર નામના શખ્સે મહેસાણા-હિંમતનગર હાઈવે પર આવેલા પોતાના ખેતરમાં એરંડાના પાકની વચ્ચે ચાઈનીઝ દોરીના કાર્ટૂન છુપાવ્યા હતા. પોલીસની ટીમે બાતમીના આધારે ખેતરમાં તપાસ કરતા પ્લાસ્ટિકના 20 કાર્ટૂન મળી આવ્યા હતા. આ કાર્ટૂનમાંથી કુલ 960 ચાઈનીઝ દોરીની રીલ મળી આવી છે, જેની બજાર કિંમત અંદાજે 2.88 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
આરોપી પોલીસને થાપ આપી ફરાર :
પોલીસે લાખોનો મુદ્દામાલ તો જપ્ત કરી લીધો છે, પરંતુ મુખ્ય આરોપી દલપુજી ઠાકોર દરોડા દરમિયાન ભાગી છૂટવામાં સફળ રહ્યો છે. ફરાર આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, પોલીસની હાજરી હોવા છતાં આરોપી ભાગી જતાં સ્થાનિક સ્તરે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
હાઈકોર્ટનો આદેશ અને પોલીસની કાર્યવાહી :
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ તથા સંગ્રહ સામે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે તમામ જિલ્લા પોલીસ વડાઓને આ બાબતે ડે-ટુ-ડે રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. સરકારી આંકડા મુજબ, નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં 59 જેટલા ગુના નોંધાયા છે અને 36.80 લાખથી વધુની કિંમતનો પ્રતિબંધિત જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ મામલે 73 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!