ગાંધીધામમાં પ્રેમસંબંધનો કરુણ અંત!
24 વર્ષીય યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, બોયફ્રેન્ડ મધ્યપ્રદેશથી ઝડપાયો

ગાંધીધામમાં 24 વર્ષીય યુવતીની હત્યા, બોયફ્રેન્ડની ધરપકડ અને પોલીસ તપાસ દર્શાવતી

ગાંધીધામમાં 24 વર્ષીય યુવતીની હત્યા, બોયફ્રેન્ડની ધરપકડ અને પોલીસ તપાસ દર્શાવતી
Gandhidhamમાં 24 વર્ષીય યુવતીની હત્યાના ચકચારી કેસનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ભારતનગરના સોનલનગરમાં ભાડાના મકાનમાં એકલી રહેતી મીનાક્ષી હત્યામાં તેના જ બોયફ્રેન્ડ ગૌરવ સંડોવણી સામે આવી છે. હત્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે.
20 ઓગસ્ટે કોહવાયેલી હાલતમાં મળી હતી લાશ
મીનાક્ષી સોનલનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં એકલી રહેતી હતી અને ગાંધીધામના એક સોનાના શોરૂમમાં નોકરી કરતી હતી. ગત 20 ઓગસ્ટે તેના રહેણાંક મકાનમાંથી તેની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને જામનગર પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
PM રિપોર્ટથી હત્યાનો ખુલાસો
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મીનાક્ષીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ ખુલાસા બાદ પોલીસે હત્યારા સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
તપાસ દરમિયાન પોલીસની શંકાની સોય મીનાક્ષીના બોયફ્રેન્ડ ગૌરવ ખ્યાલસિંગ તરફ વળી હતી. જોકે, હત્યા બાદ ગૌરવ ફરાર થઈ ગયો હતો. આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી.
ટેક્નિકલ સર્વેલન્સથી આરોપી સુધી પહોંચી પોલીસ
પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ સહિતની તપાસ શરૂ કરતાં આરોપી ગૌરવના પગેરું મળ્યું હતું. તપાસ આગળ વધારતા પોલીસે તેને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવી ચોંકાવનારી વિગતો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવેલી વિગતો મુજબ, ગૌરવને મીનાક્ષીના ચારિત્ર્ય અંગે શંકા હતી. મીનાક્ષીને અવારનવાર અન્ય લોકોના ફોન આવતા હોવાના મુદ્દે બંને વચ્ચે અગાઉ પણ બોલાચાલી થતી હોવાની માહિતી સામે આવી છે.
બનાવના દિવસે પણ મીનાક્ષીને કોઈ વ્યક્તિનો ફોન આવતા આ જ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, બોલાચાલી ઉગ્ર બનતા ગૌરવ ઉશ્કેરાઈ ગયો હતો અને દુપટ્ટા વડે મીનાક્ષીનું ગળું દબાવી દીધું હતું.
હત્યા બાદ મકાનને તાળું મારી ફરાર
મીનાક્ષીની હત્યા કર્યા બાદ ગૌરવે મકાનને તાળું મારી દીધું હતું અને ત્યાંથી ફરાર થઈ મધ્યપ્રદેશ પહોંચ્યો હતો. બીજી તરફ, મીનાક્ષીની લાશ મળી આવ્યા બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા તપાસ તેજ કરી હતી.
હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રેમસંબંધમાં ઊભી થયેલી શંકાએ યુવતીના જીવનનો કરુણ અંત લાવ્યો હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં સામે આવી છે. હવે પોલીસ આરોપીની પૂછપરછમાં હત્યાને લગતી વધુ કડીઓ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સર્જરી વિભાગમાં કામના બોજ અને સિનિયર ડોક્ટરોની હેરાનગતિના આક્ષેપ

SMCએ પોલીસ કોન્સ્ટેબલની કરી ધરપકડ, મુખ્ય સૂત્રધાર સાથે ફોન પર વાતચીતની કડી સામે આવી

સહી કરવાનો ઇનકાર ભારે પડ્યો, યુવાનની હત્યા