સુરતમાં યુવતી સાથે પાંચ નરાધમોએ આચર્યું દુષ્કર્મ
લગ્નની લાલચ આપી હવસ સંતોષી; વીડિયોના નામે બ્લેકમેઈલ કરી સોનાના ઘરેણાં અને રોકડ પડાવી લીધી

મિત્રતાથી શરૂ થયો હતો અત્યાચાર

મિત્રતાથી શરૂ થયો હતો અત્યાચાર
સુરત જેવા સંસ્કારી અને ઉદ્યોગ નગરીમાં માનવતાને લજવતી એક અત્યંત હચમચાવી દેતી ઘટના સામે આવી છે. વરાછા વિસ્તારમાં માત્ર 20 વર્ષીય યુવતીને પ્રેમની જાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી પાંચ નરાધમોએ તેની લાચારીનો ફાયદો ઉઠાવ્યો હોવાની વિગતો બહાર આવતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે.
સુરતના વરાછા વિસ્તારની એક સોસાયટીમાં પી.જી. (Paying Guest) તરીકે રહેતા અશોક નામે શખ્સે પાડોશમાં રહેતી 20 વર્ષીય યુવતી સાથે મીઠી-મીઠી વાતો કરીને સંપર્ક કેળવ્યો હતો. અશોક પોતે પરિણીત હતો અને બે બાળકોનો પિતા હતો, તેમ છતાં તેણે આ હકીકત છુપાવી પોતે કુંવારો હોવાનું કહી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતી તેના લગ્નના ખોટા વચનોમાં આવી ગઈ હતી અને અશોક પર આંધળો વિશ્વાસ મૂકી દીધો હતો.
લગ્નનું બહાનું અને બ્લેકમેઈલિંગનું કાવતરુંનવેમ્બર 2024માં જ્યારે પી.જી.માં કોઈ હાજર નહોતું ત્યારે અશોકે યુવતીને વિશ્વાસમાં લઈ ત્યાં બોલાવી હતી અને તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ નરાધમે દુષ્કર્મ આચરતી વખતે યુવતીની જાણ બહાર મોબાઈલમાં અંગત પળોનો વીડિયો પણ ઉતારી લીધો હતો. જ્યારે યુવતીને અશોકની અસલિયત અને તેના લગ્ન વિશે ખબર પડી, ત્યારે તેણે સંબંધ તોડવા પ્રયાસ કર્યો હતો. જોકે, અશોકે અસલી રંગ બતાવી વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ધમકી આપી યુવતીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું.
મિત્રો અને સંબંધીઓએ પણ આચરી હેવાનીયતઅશોકે માત્ર પોતાનો સ્વાર્થ જ ન જોયો, પરંતુ તેણે યુવતીની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેના મિત્રો લાલા દરબાર, ભવદીપ અને ફોઈના દીકરા રણજિતને પણ યુવતી પાસે મોકલ્યા હતા. આ નરાધમોએ વીડિયો વાઈરલ કરવાની અને પરિવારને ખતમ કરી નાખવાની ધમકી આપી અલગ-અલગ સમયે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી ન અટકતા, પી.જી. માલિક અર્જુને પણ યુવતીને મદદ કરવાને બદલે તેને ડરાવી-ધમકાવી હતી અને અવારનવાર શારીરિક અડપલાં કરી છેડતી કરી હતી.
આર્થિક શોષણ: મહેનતની કમાણી લૂંટી લીધીપીડિત યુવતી અત્યંત સામાન્ય પરિવારની છે. તેના પિતા નિવૃત્ત છે અને ભાઈઓ હીરા ઉદ્યોગમાં મજૂરી કરે છે. યુવતી પોતે સિલાઈકામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. નરાધમ અશોકે વીડિયોના નામે ડરાવીને યુવતીની સિલાઈકામની મહેનતની બચતના 23,000 રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ, વધુ દબાણ કરીને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અંદાજે 1 તોલાની સોનાની બુટ્ટી પણ બળજબરીપૂર્વક લૂંટી લીધી હતી.
પરિવારનો સાથ અને પોલીસની કાર્યવાહીઘરમાં સોનાની બુટ્ટી ગુમ થતાં પૂછપરછ શરૂ થઈ હતી, ત્યારે ભાંગી પડેલી યુવતીએ હિંમત ભેગી કરી તેની ભાભીને તમામ વ્યથા જણાવી હતી. પરિવારે હિંમત હારવાને બદલે યુવતીને પૂરો સાથ આપ્યો અને મામલો વરાછા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ડીસીપી આલોક કુમાર અને પી.આઈ. એચ.બી. પટેલની ટીમે ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો નોંધ્યો હતો.
પોલીસે અત્યાર સુધીમાં અર્જુન અને રણજિત નામના બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બાકીના ત્રણ આરોપીઓ – મુખ્ય સૂત્રધાર અશોક, લાલા દરબાર અને ભવદીપ હાલ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે.
આ ઘટના સુરત જેવા સુરક્ષિત શહેરમાં સ્ત્રીઓની સુરક્ષા અને પી.જી. જેવા રહેણાંક એકમોના સંચાલકોની માનસિકતા પર ગંભીર સવાલો ઉભા કરે છે. યુવતીની હિંમતને દાદ આપવી જોઈએ કે તેણે બધું ગુમાવ્યા પછી પણ નરાધમો સામે અવાજ ઉઠાવ્યો. વાલીઓએ પણ પોતાના સંતાનો પર વિશ્વાસ રાખી તેમને આવા કપરા સમયે માનસિક ટેકો આપવો જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!