અમદાવાદમાં નરાધમ બાપે સગીર પુત્રી પર આચર્યું દુષ્કર્મ
સગીરાએ બાળકીને જન્મ આપતાં જ પિતાનો ભાંડો ફૂટ્યો, પોલીસે બાપની ધરપકડ કરી

સગીરાએ બાળકીને જન્મ આપતાં જ પિતાનો ભાંડો ફૂટ્યો, પોલીસે બાપની ધરપકડ કરી

સગીરાએ બાળકીને જન્મ આપતાં જ પિતાનો ભાંડો ફૂટ્યો, પોલીસે બાપની ધરપકડ કરી
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં સગીર પુત્રી પર જ નરાધમ બાપે દુષ્કર્મ આચર્યું હોવાનું ખુદ સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચી ગયો છે.
અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેની 14 વર્ષની દીકરીને અચાનક પેટમાં દુખાવો થયો હતો જેથી તે પુત્રીને સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગઇ હતી .પુત્રીને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેની પુત્રીએ એક બાળકીનેજન્મ આપ્યો હતો
ત્યારબાદ તેમણે બાળકીને વિશ્વાસમાં લઇને પૂછપરછ કરતાં તેમની સગીર પુત્રી પર તેના પિતાએ જ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. બાળકી 14 વર્ષની હતી અને તેની પર તેના પતિએ દુષ્કર્મ આચર્યું હતું.સમગ્ર મામલે સગીરાએ તેની માતાને જણાવ્યું કે તેના પિતાએ છેલ્લા એક વર્ષથી અવારનવાર માતાની ગેરહાજરીમાં તેમજ મોડી રાત્રે સગીરાને શરીરે અડપલા કરી મોઢું દબાવી કપડાં કઢાવી ધાક ધમપીઓ આપતો હતો. તેણે સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને જેના કારણે તેને આ ગર્ભ રહી ગયો હતો. પિતા ડરાવી ધમકાવી તેની સાથે આ પ્રકારનું કરતા હોવાથી સગીરા પોતે ડઘાઈ ગઈ હતી. જેના કારણે તે માતાને નરાધમ પિતાની અસલિયત બતાવી શકતી ન હતી. પરંતુ અંતે સગીરાને ગર્ભ રહ્યો અને તેણે બાળકીને જન્મ આપતા નરાધમ પિતાની કરતૂત સામે આવી ગઈ છે.
મહિસલાની ફરિયાદના આધારે પોલીસે તત્કાળ ગુનો નોંધી દુષ્કર્મ આચરનારા બાળકીના પિતાની ધરપકડ કરી હતી. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આ શખ્સને 6 બાળકો છે જેમાં 3 દીકરી છે અને તેમાં સૌથી મોટી દીકરી સાથે તેણે આ કૃત્ય આચર્યું હતું. પોલીસે બાળકીના પિતાને ઝડપી લઇને તેનો ડીએનએ ટેસ્ટ કરાવવાની સાથે પુરાવા એકત્રિત કરવાની તજવીજ શરુ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!