પિતા અને પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો
અમરાઇવાડીમાં પિતાએ કહ્યું માસીના દિકરાને અડવા દે મને કેમ રોકે છે કંટાળીને દિકરીએ પિતા સામે ફરિયાદ નોંધાવી

દીકરી સાથે અડપલાં કરનાર પિતાની ધરપકડ

દીકરી સાથે અડપલાં કરનાર પિતાની ધરપકડ
અમરાઇવાડી વિસ્તારમાં પિતા અને પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મધરાતે પિતાએ જવાન દિકરીને અડપલાં કરતા દિકરી અચાનક જાગી જતાં વિરોધ કરીને આવું નહી કરાવાનું કહેતા પિતાએ તેને માર માર્યો હતો અને તારા માસીના દિકરાને અડવા દે છે મને કેમ રોકે છે કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે પિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મારુ કહ્યું નહી કરે તો જાનથી મારી નાંખીશ કહેતા કંટાળીને દિકરીએ પિતા સામે ફરિયાદ નોંધાવી
અમરાવાડી વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષની યુવતીએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પોતાના સગા પિતા સામે ફરિયાદ નોંધાવી છે કે છ મહિના પહેલા રાતના સમયે પરિવારના સભ્યો સૂતા હતા ત્યારે પિતા તેની પાસે આવ્યા હતા અને શારિરિક અડપલાં કરવા લાગ્યા હતા. જો કે પુત્રી અચાનક જાગી જતાં વિરોધ કરીને આવુ નહી કરવાનું કહેતા પિતાએ ગાળો બોલીને માર માર્યો હતો.
ફરિયાદ અનુસાર દીકરીએ પિતાની હરકતનો વિરોધ કર્યા બાદ દીકરી ઘરમાં કોઈપણ કામકાજ કરતી હોય ત્યારે પિતા તેની આગળ-પાછળ રહેતા અને ખરાબ નજરે તેની સામે જોતા હતા. ૩૧ જાન્યુઆરીએ યુવતી સગાના લગ્નપ્રસંગમાં સુરત ગઈ હતી. ત્યાં વરઘોડામાં પિતરાઈ ભાઈઓ સાથે તે ગરબા-ડાન્સ કરતી હતી તે વાતને ધ્યાનમાં રાખીને પિતાએ ઘરે જઈને દીકરી સાથે અડપલાં કરવા જતા દીકરીએ વિરોધ કર્યો હતો. યુવતીએ પિતરાઈ ભાઈને આ બાબતની જાણ કરી હતી અને બાદમાં યુવતી, તેના પિતરાઈ ભાઈ અને માતાએ ભેગા થઈ અમરાઈવાડી પોલીસમાં ફરિયાદ કરતા ઇન્સ્પેક્ટર પી.એચ. મકવાણાએ પીડિતાનું નિવેદન નોંધી પિતાની ધરપકડ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!