એકના ડબલ કરનાર ફારુક હુસેન સમા ઝડપાયો
ભુજમાં સસ્તું સોનું અને રૂપિયા ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ કરનાર ફારુક હુસેન સમા ઝડપાયો

ફારુક હુસેન સમા ઝડપાયો

ફારુક હુસેન સમા ઝડપાયો
સુરત અને અમદાવાદ પછી હવે ભુજમાં પણ ઓનલાઈન ઠગાઈના કિસ્સા વધી રહ્યા છે. તાજેતરમાં ભુજમાં પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે, જે સસ્તું સોનું અને રૂપિયા ડબલ કરવાની લાલચ આપી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને છેતરતો હતો. આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર નકલી આઈડી બનાવી ભારતીય ચલણી નોટો અને અમેરિકી ડોલરના બંડલોના વીડિયો વાયરલ કરી ઠગાઈ કરવાનો પ્લાન ઘડ્યો હતો. પોલીસે તેની પાસેથી નકલી નોટો અને ડોલરના બંડલો જપ્ત કર્યા છે અને તેના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે લોકોને આવી લોભામણી લાલચથી દૂર રહેવા અપીલ કરી છે.
પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે સરપટ નાકા બહાર આવેલા શાંતિનગર વિસ્તારમાં રહેતા ફારુક હુસેન સમાના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેના પાસેથી 500 અને 200 રૂપિયાની નોટોના બંડલો તેમજ અમેરિકી ડોલરના નકલી બંડલો મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા બંડલોમાં આગળની નોટ અસલી જ્યારે પાછળની તમામ નોટો નકલી હોવાનું ખુલ્યું છે. આરોપી ફારુકે પૂછપરછમાં કબૂલ્યું કે તેણે “રાજેશ પટેલ” નામે ઇન્સ્ટાગ્રામ પર નકલી આઈડી બનાવી હતી અને ચલણી નોટોના એકના ત્રણ ગણા રૂપિયા કરવાની તેમજ સસ્તું સોનું આપવાના લોભામણા વીડિયો બનાવી વાયરલ કર્યા હતા.
પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન, 500 રૂપિયાના 50 બંડલ જેમાં 20 સાચી નોટો કિંમત રૂા. 10,000, 200 રૂપિયાના 50 બંડલ જેમાં 20 સાચી નોટો કિંમત રૂા. 4,000, અન્ય નકલી બંડલો તેમજ 100 અમેરિકી ડોલરની બે અસલી નોટો કિંમત રૂા. 18,000 અને 90 નકલી ડોલરના બંડલો જપ્ત કર્યા છે. કુલ મળીને રૂા. 33,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે એલસીબી પોલીસે આરોપી સામે એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ પોલીસે ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે અને તેના સાગરીતોની તલાશ કરી રહી છે. પોલીસે લોકોને સોશિયલ મીડિયામાં આવી લોભામણી લાલચથી દૂર રહેવા અને આવી શંકાસ્પદ પોસ્ટ જોતા તુરંત પોલીસને જાણ કરવા અપીલ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!