સત્ય બોલવાની સજા 'અગ્નિસ્નાન'!
ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારને સરપંચના પરિવારે જીવતો સળગાવી દીધો.

આંકલાવના અંબાવ ગામે 'સત્તાના નશાની આગ'

આંકલાવના અંબાવ ગામે 'સત્તાના નશાની આગ'
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રીને ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર ખેડૂત ભરતભાઈ પઢિયારને જીવતો સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગંભીર રીતે દાઝી ગયેલા ભરતભાઈને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક છે. પોલીસે સરપંચ કોકિલાબેન સહિત પાંચ વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ભરતભાઈ પઢિયારે હોસ્પિટલમાંથી જણાવ્યું કે, ગામ પંચાયતમાં ભ્રષ્ટાચારને લઈ તેમણે આઠ-દસ દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજી કરી હતી. કોઈ કાર્યવાહી ન થતા તેમણે મીડિયાને નિવેદન આપ્યું હતું. ત્યારબાદ સરપંચના પતિ દિનેશભાઈ તરફથી ધમકીઓ મળી. ઘરે ભજન કાર્યક્રમ માટે દળણું દળાવવા જતા સમયે સરપંચ કોકિલાબેન, પતિ દિનેશભાઈ, પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ (પોપટ) અને ભત્રીજા અશોકભાઈના દીકરાએ તેમને માર માર્યો અને પેટ્રોલ છાંટી આગ લગાડી.
આરોપીઓ ઇકો કારમાં ભાગી ગયા, જેનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ કહે છે કે 'વીડિયો ચાલુ કર, એની જાતે કર્યું છે. આપણે કશું કર્યું નથી, એ જાતે સળગ્યો છે.' કાર પાછળ ગ્રામજનો દોડે છે અને આરોપીઓ ગાળાગાળી કરે છે.
ભરતભાઈને આંકલાવની સરકારી હોસ્પિટલમાંથી વડોદરા રિફર કરાયા છે. પોલીસે મારામારી અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
તાજેતરના અપડેટ્સ અનુસાર, આ ઘટના તાજેતરની છે અને વધુ વિગતો માટે તપાસ ચાલુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!